Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

વિશ્વનો સૌથી મોટો પરિવાર ભારતમાં : ચના પરિવારમાં 167 સભ્યો : બધા એક જ મકાનમાં

39 પત્નીઓ, 94 બાળકો અને 33 પૌત્રો અને પૌત્રી : એક રસોડામાં પરિવારના બધા લોકો માટે ભોજન રાંધે છે

નવી દિલ્હી : વિશ્વનો સૌથી મોટો પરિવાર ભારતમાં રહે છે. મિઝોરમની રાજધાની આઇઝૌલ નજીક બખ્તવાંગ ગામમાં રહેતા એક પરિવારમાં 167 સભ્યો છે અને બધા એક જ મકાનમાં રહે છે. આ ઘરના વડા જીયોના ચના છે જેમને 39 પત્નીઓ, 94 બાળકો અને 33 પૌત્રો અને પૌત્રી છે

એક રસોડામાં આ પરિવારના બધા લોકો માટે ભોજન રાંધે છે.બધા લોકો એક જ ડાઇનિંગ હોલમાં ખોરાક લે છે. વિશાળ ડાઇનિંગ હોલમાં 50 ટેબલ પર ખોરાક પીરસવામાં આવે છે.

નાના બાળકો જમીન પર બેસીને ખાય છે. રાત્રિભોજનનો સમય સાંજના 6 વાગ્યા આસપાસ શરૂ થાય છે ચનાની પત્નીઓ પણ ખૂબ આજ્ઞાકારી છે. બધા એક જ ઘરમાં એક સાથે રહે છે અને એક બીજાને ખૂબ પ્રેમ કરે છે. જીયોનાની પત્નીઓ રસોઇ કરે છે.

પુત્રીઓ ઘરના અન્ય કામકાજની સંભાળ રાખે છે, ત્યારે પુત્રવધૂઓ સ્વચ્છતાની જવાબદારી નિભાવે છે. પરિવારના બધા સભ્યો મળીને લોન્ડ્રી કરે છે.

પુજિયોના એ વિશ્વની સૌથી મોટી કુટુંબ સાથે રહેતી વ્યક્તિ છે. તે પોતાના પરિવાર સાથે 100 ઓરડાવાળા મકાનમાં રહે છે. જે ઘરના 167 સભ્યોના પરિવાર રહે છે તે ઘરનું નામ છૈન થુર રન (ન્યુ જનરેશન હોમ) છે. જીયોના નો પરિવાર 4 માળના મકાનમાં રહે છે, જેમાં 100 થી વધુ ઓરડાઓ છે

જીયોના ના 167 સભ્યોનો આ પરિવાર દરરોજ 130 કિલો અનાજ અને શાકભાજી રાંધે છે. એક દિવસના રેશનમાં 45 કિલો ચોખા, 25 કિલો કઠોળ, 20 કિલો ફળ, 30 થી 40 ચિકન અને 50 ઇંડા જરૂરી છે.

જિયોના એ એક પંથ સાથે સંબંધ ધરાવે છે જે તેના સભ્યો સાથે અમર્યાદિત લગ્નની મંજૂરી આપે છે. તેમની આટલી બધી પત્નીઓનું આ જ કારણ છે.

ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેના પરિવારનું નામ શામેલ છે. 39 પત્નીઓના પતિ જિયોના તેને ભગવાન તરફથી આશીર્વાદ અને નસીબમાં સમૃદ્ધ માને છે

(12:00 am IST)