Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

૯૦ ટકાથી વધુ નોંધાઇ અસરકારકતા

રશિયાની વેકિસન ભારત માટે બની શકે છે આશીર્વાદ

રશિયન કોરોના વેકિસન ભારત માટે બની શકે છે અચૂક વિકલ્પ : ભારત માટે સસ્તી અને સફળ વેકિસન બની શકે છે સ્પુટનીક : ફાઈઝર અને મોડર્ના રસી કરતાં ઓછા ખર્ચનો દાવો કરાયો છે

નવી દિલ્હી,તા. ૧૫: રશિયાની સ્પુટનિક-વીની અસરકારકતા ૯૧.૪% નોંધાઈ છે. સોમવારે જારી કરાયેલા એક નિવેદનમાં કંપનીએ આ માહિતી આપી છે. નિવેદનમાં જણાવાયું છે કે રસીના પહેલા ડોઝના ૨૧ દિવસ પછી ડેટાના અંતિમ વિશ્લેષણ પર આધારિત છે.

ડેટાનું આ વિશ્લેષણ ૨૨૭૧૪ સ્વયંસેવકો પર કરવામાં આવ્યું હતું જેને સ્પુટનિક -૫ નો પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. સ્પુટનિક -૫ ની સત્ત્।ાવાર વેબસાઇટ અનુસાર, ત્રીજા અને અંતિમ ડેટા વિશ્લેષણમાં આ રસી અગાઉથી ૯૦ ટકાથી વધુ અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.

અગાઉ , રોગચાળા અને માઇક્રોબાયોલોજી વિભાગના ગમાલિયા નેશનલ રિસર્ચ સેન્ટરના ડિરેકટર અને સ્પુટનિક -૫ રસીના મુખ્ય વિકાસકર્તા એવા એલેકઝાંડર ગેઈન્સબર્ગ એ દાવો કર્યો હતો કે રસી બે વર્ષ સુધી કોવિડ -૧૯ સામે રક્ષણ પૂરું પાડશે તેવી અપેક્ષા છે.

કોરોના રોગચાળા સામે લડવાની વિશ્વની પ્રથમ રજીસ્ટર થયેલ રસી સ્પુટનિક - સ્, ફાઈઝર અને મોડર્ના રસી કરતાં ઓછા ખર્ચનો દાવો કરવામાં આવી હતી. સ્પુટનિક -૫ અસરકારક હોવાના સમાચાર એવા સમયે સામે આવ્યા છે જયારે ભારતમાં તેનું ઉત્પાદન શરૂ કરવાની વાત ચાલી રહી છે. રસીની ટ્રાયલનો ત્રીજો તબક્કો બેલારુસ, યુએઈ, વેનેઝુએલા અને અન્ય દેશોમાં ચાલી રહ્યો છે. તે જ સમયે, ભારતમાં બીજા તબક્કા અને ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે.

(10:06 am IST)