Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

અમેરિકામાં નર્સને કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ અપાયોઃ ટ્રમ્પે કરી પ્રશંસા

મને એ બતાવવામાં ગર્વ થઈ રહ્યો છે કે આ વેકસીન અમેરિકાની જનતાને મફતમાં આપવામાં આવશે

ન્યૂયોર્ક,તા.૧૫:  અમેરિકામાં કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું કે પ્રથમ વેકસીનનો ડોઝ આપી દેવામાં આવ્યો છે. અભિનંદન અમેરિકા. અભિનંદન વર્લ્ડ. જાણકારી પ્રમાણે વેકસીનનો સૌ પ્રથમ ડોઝ નર્સને આપવામાં આવ્યો છે.

આ પહેલા એફડીએ દ્વારા વેકસીનને મંજૂરી આપ્યા પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વીડિયોમાં કહ્યું હતું કે આજે આપણા દેશમાં એક ચિકિત્સીય ચમત્કાર થયો. આપણે ફકત નવ મહિનામાં સુરક્ષિત અને પ્રભાવી દવા ઉપલબ્ધ કરાવી છે. ટ્રમ્પે વીડિયોમાં કહ્યું હતું કે તેના પ્રશાસને ફાઇઝર તથા અન્ય કંપનીઓને રિસર્ચમાં દ્યણી મદદ કરી હતી અને આશા પ્રમાણે પરિણામ સામે આવ્યા છે. વૈજ્ઞાનિકો, ટેકનિશિયન, ડોકટર અને કર્મચારીઓનો આભાર વ્યકત કર્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે ફાઇઝર અને મોર્ડનાએ જાહેરાત કરી કે તેમના દ્વારા વિકસિત વેકસીન ૯૫ ટકા પ્રભાવી છે. જે ઉમ્મીદ કરતા વધારે છે. આ વેકસીન પણ સુરક્ષિત છે.

ટ્રમ્પે કહ્યું કે અમેરિકા દુનિયાનો એવો પ્રથમ દેશ બન્યો છે જેણે સુરક્ષિત અને પ્રભાવી વેકસીન વિકસિત કરી છે. આજની ઉપલબ્ધિ અમેરિકાની અસીમિત ક્ષમતાની યાદ અપાવે છે.

ટ્રમ્પે કહ્યું કે મને એ બતાવવામાં ગર્વ થઈ રહ્યો છે કે આ વેકસીન અમેરિકાની જનતાને મફતમાં આપવામાં આવશે. ફેડએકસ અને યૂપીએસ સાથે ભાગીદારી દ્વારા અમે વેકસીનને દરેક રાજય અને દેશના દરેક સ્થાન સુધી પહોંચાડવાનું કામ પણ શરૂ કરી દીધું છે. મંજૂરી મળ્યાના ૨૪ કલાકથી પણ ઓછા સમયમાં પ્રથમ વેકસીન લગાવવામાં આવી છે. એફડીએ આયુકત સ્ટીફન એમ હાને આ ભયાનક મહામારી સામે લડાઇમાં એક ઉલ્લેખનીય ઉપલબ્ધિ ગણાવી છે.

(10:09 am IST)