Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

પ્રતાપ સિંહ નામનું બાજ પક્ષી સાથે સેલ્ફી લેવા આંદોલનકારીઓની પડા પડી

ખેડૂત આંદોલનમાં બાજ પક્ષી બન્યું આકર્ષણનું કેન્દ્ર : બાજ પક્ષી સતત બેરિકેડિંગ પર ઉભા રહી વિરોધ પ્રદર્શનમાં સામેલ, આ બાજ ત્રણ વર્ષથી નિહંગ શિખોની સાથે રહે છે

નવી દિલ્હી, તા. ૧૪ : સિંધુ બોર્ડર પર આંદોલનકારી ખેડૂતોની સાથે પહોંચી નિહંગ જથ્થાની સાથો-સાથ પ્રતાપ સિંહ નામનું બાજ પક્ષી પણ સતત બેરિકેડિંગ પર ઉભા રહી વિરોધ પ્રદર્શનમાં સામેલ છે. તેની સાથે સેલ્ફી લેવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે.

પંજાબથી આવેલા એક ગ્રૂપે કહ્યું કે બાજ છેલ્લાં ત્રણ વર્ષથી પણ વધુ સમયથી નિહંગ શિખોની સાથે રહે છે. જ્યારે કૃષિ કાયદાના વિરોધમાં નિહંગોએ ખેડૂતોને સાથ આપવા માટે દિલ્હી કૂચ કરી તો બાજ પણ તેમની સાથે નીકળી પડ્યું અને આખા રસ્તે ઉડતા દિલ્હી પહોંચ્યું.

સિંધુ બોર્ડરથી પહેલાં પોલીસે ખેડૂતોને રોકવા માટે બેરિકેડિંગ લગાવાની સાથો સાથ ટ્રકોનો પણ ઉભી કરી રાખી છે, જેથી કરીને ખેડૂતોને રોકવામાં સરળતા રહે. એવામાં નિહંગ સેના બેરિકેડિંગની પાસે પોતાનું આશિયાના બનાવી રાખ્યું છે. બાજ પ્રતાપ સિંહ પણ દરરોજ સવારથી સાંજ સુધી બેરિકેડિંગની પાસે બેસી રહે છે અને નિહંગ સેનાનો સાથ આપે છે.

બાજની ખાસિયત અનુસાર બાજનું નામ 'પ્રતાપલ્લ, નિહંગ શિખો દ્વારા ટ્રેનિંગ અપાઇ છે, તે પોતાનો શિકાર ખુદ કરે છે, તે જથ્થાની ખાદ્ય વસ્તુઓ ખાય છે, નિહંગ શિખોને એક સેવા દ્વારા પ્રાપ્ત થયો હતો, જ્યાં સુધી લોકો બેસે છે ત્યાં સુધી ઉડીને દેખરેખ રાખે છે, જો કોઇ શંકાસ્પદ વસ્તુ તેને દેખાય તો તે નિહંગ શિખોને સૂચિત કરે છે, જત્થો જ્યાં જાય છે ત્યાં બાજ પણ તેની સાથે જાય છે.

દિલ્હીના વિભિન્ન વિસ્તારોમાંથી સેવા આપવા પહોંચેલા લોકો રવિવારનો દિવસ હોવાથી દિલ્હીની તરફ કેટલાંય લોકો પ્રદર્શનમાં સેવા કરવા માટે પહોંચ્યા. પ્રદર્શનમાં જ્યાં મહિલાઓએ રસોઇઘરમાં સેવા આપી ત્યાં પુરુષોએ લંગરમાં સેવા આપી સાફ-સફાઇ કરી. દિલ્હીના કરોલ બાગથી પહોંચેલા સરદાર કુલવંત સિંહે કહ્યું કે દર રવિવારે નજીકના ગુરૂદ્વારામાં સેવા કરવા માટે પહોંચીએ છીએ પરંતુ જ્યારે પોતાના હક માટે બેઠેલા ખેડૂત શિયાળામાં પરેશાની ઝીલવા મજબૂર છે તો અહીં આવીને સેવા કરવાનો નિર્ણય લીધો.ચિત્રકળાના માધ્યમથી પણ પોતાનો હુનર દેખાડી રહ્યા છે પ્રદર્શનકારીઓ. તેના માટે બેરિકેડિંગની પાસે એક સંસ્થા દ્વારા રંગ અને કાગળ ઉપલબ્ધ કરાવામાં આવી રહ્યા છે. તો પ્રદર્શનમાં સામેલ લોકો પોતાના અનુસાર પ્રદર્શનના સમર્થનમાં લાઇન લખીને અથવા તો ચિત્ર બનાવીને વિરોધ પ્રકટ કરી રહ્યા છે.

(8:30 am IST)