Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ન્યુઝીલેન્ડ કોરોના વાઇરસથી મુક્ત થયું : પ્રાઈમ મિનિસ્ટર જેસીંડા અર્ડર્ન ખુશખુશાલ : સમૂહ ભેગો થવા કે સોશિઅલ ડિસ્ટન્સ જેવા પ્રતિબંધો હટાવી લેવાયા : વિદેશી પ્રવાસીઓ માટે હજુ પ્રતિબંધ ચાલુ રહેશે

વેલિંગટન  : આખી દુનિયા જયારે કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહી છે તેવા સંજોગોમાં ન્યુઝીલેન્ડ કોરોના વાઇરસથી સંપૂર્ણ મુક્ત થઇ ગયું છે. તેથી પ્રાઈમ  મિનિસ્ટર જેસીંડા અર્ડર્ન ખુશખુશાલ થઇ ગયા છે.તથા જણાવ્યું હતું કે હવે આર્થિક વિકાસ ઉપર ધ્યાન આપી શકીશું.

ન્યુઝીલેન્ડમાં હવે કોરોના પોઝિટિવ એકપણ કેસ ન હોવાથી તમામ પ્રકારના પ્રતિબંધો ઉઠાવી લેવાયા છે.પરિણામે સમૂહ ભેગો થવા કે સોશિઅલ ડિસ્ટન્સ જેવા નિયમો હટાવી લેવાયા છે.
અલબત્ત વિદેશી પ્રવાસીઓ માટે  હજુ પ્રતિબંધ ચાલુ રાખવામાં આવ્યો છે.

(11:40 am IST)