Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાંથી પરાળ સળગાવવા બદલ 13 ખેડૂતોની ધરપકડ

મહિનાના પ્રથમ સપ્તાહમાં પરાળ સળગાવવાના કુલ 31 ગુના નોંધાયા

લખનૌ : ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં જુદા જુદા સ્થળે પરાળ સળગાવવાના મામલે 13 ખેડૂતોની ધરપકડ કરાઈ છે  ખેતરોમાં પાક લણ્યા બાદ વધતા કચરા (પરાળ)ને સળગાવવાની પ્રવૃતિ ગેરકાયદેસર ઠેરવવામાં આવી છે. આમ કરવાથી વાયુપ્રદુષણમાં વધારો થતો હોવાથી સરકાર શિયાળા દરમિયાન ખેડૂતોને પરાળ નહીં સળગાવવા અનુરોધ કરે છે.

ઉત્તર પ્રદેશના થાનાભવન તેમજ જિંજણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરાળ સળગાવવા બદલ 13 જેટલા ખેડૂતોની ધરપરકડ કરાઈ હોવાનું જણાયું છે.

શામલી જિલ્લા મેજિસ્ટ્રેટ રાખિલેશ સિંહે જણઆવ્યું હતું કે જિંજણા પોલીસ સ્ટેશે નવ જ્યારે થાનાભવન પોલીસ સ્ટેશને ચારની ધરપકડ કરી છે. 1-9 ડિસેમ્બરના ગાળામાં પરાળ સળગાવવાના કુલ 31 ગુના નોંધાયા હોવાનું સિંહે જણાવ્યું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટે પરાળ સળગાવવા મામલે ચેતવણી આપી હતી કે ખેડૂતો પરાળ સળગાવશે તો જે તે વિસ્તારના ગ્રામ પ્રધાન, એસએચઓ તેમજ પટવારીને પણ જવાબદાર ઠેરવવામાં આવશે.

(11:53 pm IST)