Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

રાહુલ ગાંધીની નિવેદન બદલ માનહાનિનો કેસ દાખલ કરશે સાવરકરનાં પૌત્ર રંજીત સાવરકર

રંજીત સાવરકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી

મુંબઈ : વીર સાવરકર પર રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપ અને શિવસેના પોતાનો વિરોધ કરી ચુક્યા છે ત્યારે વીર સાવરકારના પૌત્ર રંજીત સાવરકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી  અને રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ કરશે તેમ જણાવ્યું છે.

   આ ઉપરાંત રંજીત સાવરકરે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સમક્ષ માગ કરી છે કે તેઓને જાહેર માર મારવામાં આવે. રંજીત સાવરકરે કહ્યું કે શિવસેનાએ અનેક વખત કહ્યું છે કે સાવરકરનું કોઈ અપમાન કરશે તો તેઓ તેને સાંખી નહીં લે.રંજીત સાવરકરે કહ્યું કે શિવસેના હવે આ મામલે પોતાનું વલણ નહીં બદલે.

   તેઓએ વીર સાવરકરને ભારત રત્ન મળવું જ જોઈએ તેવી પણ માગ કરી છે. રંજીતે સાવરકરે એમ પણ કહ્યું કે રાહુલ પોતાના દાદી ઈન્દિરા ગાંધીનો આભાર માનવો જોઈએ, જેઓએ પોતાની સરનેમ નહેરૂ છોડી નહીંતર લોકો તેમને બ્રિટિશ નોકર જ સમજત. જવાહરલાલ નહેરુ બ્રિટન પ્રત્યે વફાદાર હતા કેમકે તેઓએ 1946માં મંત્રી તરીકે વાઈસરોય કાઉન્સિલનું કામ કરવાનું મંજૂર કર્યુ હતું.

(9:20 pm IST)