Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

ફારૂખ અબ્દુલ્લા વડાપ્રધાન મોદીની તુલનામાં વધુ રાષ્ટ્રવાદી:યશવંત સિંહાએ બળાપો ઠાલવ્યો

ફારુખ અબ્દુલ્લાની કસ્ટડી ત્રણ મહિના વધારવા પર મોદીને નિશાને લીધા

નવી દિલ્હી:પુર્વ નાણા અને વિદેશ મંત્રી યશવંત સિંહાએ નેશનલ કોન્ફરન્સનાં પ્રમુખ ફારૂખ અબ્દુલ્લાની કસ્ટડી  ત્રણ મહિના માટે વધારવા અંગે કેન્દ્ર સરકારને નિશાને લીધી છે તેમણે કહ્યું કે ફારૂખ અબ્દુલ્લા વડાપ્રધાન મોદીની તુલનામાં વધુ રાષ્ટ્રવાદી છે.

  યશવંત સિંહાએ કહ્યું 'અફસોસની વાત છે કે ફારૂખ અબ્દુલ્લાની ધરપકડનાં ત્રણ મહિના માટે વધારવામાં આવી છે.તે મોદીની તુલનામાં વધુ રાષ્ટ્રવાદી છે,વડાપ્રધાન દેશને બરબાદ કરવાનાં માર્ગ પર છે.તેમણે કહ્યું કે મોદીનો મતલબ મેન હુ ડિસ્ટ્રોય ઇન્ડિયા'

  અત્રે ઉલ્લેખનિય છે કે કલમ 370 હટાવવાનાં દરમિયાન ફારૂખ અબ્દુલ્લાને કસ્ટડી જન સુરક્ષા કાયદા અનુસાર લેવામાં આવ્યા હતાં.તેમના ગુપકાર રોડ સ્થિત ઘરમાં છેલ્લા ચાર મહિનાથી નજરબંધ છે.

નેશનલ કોન્ફરન્સનાં નેતા ફારૂખ પર 17 સપ્ટેમ્બરનાં દિવસે જન સુરક્ષા કાયદા અન્વયે કાર્યવાહી કરી હતી.તે જમ્મુ-કાશ્મિરનાં એવા પુર્વ મુખ્ય પ્રધાન છે જેમના પર આ કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી છે.

(9:10 pm IST)