Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

નાગરિકતા કાયદા વિરુદ્ધ પશ્ચિમ બંગાળમાં ત્રીજા દિવસે પણ હિંસા ચાલુ : 5 જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ

પ્રદર્શનકારીઓએ ઘણા રસ્તાઓને ચક્કાજામ કર્યા : દુકાનો-વાહનોમાં આગચાંપી

કોલકતા : નાગરિકતા સંશોધન કાયદા પર પશ્ચિમ બંગાળમાં હિંસા બંધ થવાનું નામ લેતી નથી સતત ત્રીજા દિવસે રવિવારે નદિયા, ઉત્તર 24 પરગણા અને હાવડા જિલ્લામાં હિંસાની ઘટનાઓ જોવા મળી. ઉત્તર 24 પરગના અને નદિયા જિલ્લામાં અમદંગા અને કલ્યાણી વિસ્તારમાં પ્રદર્શનકારીઓએ ઘણા રસ્તાઓને ચક્કાજામ કરી દીધા અને રસ્તાઓ પર આગ લગાવવાની ઘટનાઓ બની હતી

આ દરમિયાન તંત્રે સોશિયલ મીડિયા પર અફવાઓ અને ખોટા સમાચારને રોકવા માટે માલદા, મુર્શિદાબાદ, હાવડા, ઉત્તરી 24 પરગનામાં અને દક્ષિણી 24 પરગનાના ઘણા ભાગમાં ઇન્ટરનેટ સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના નેતાઓની અપીલ બાદ પણ રાજ્યમાં હિંસાની ઘટનાઓ રોકાવાનું નામ લઇ રહી નથી. દેગંગામાં દુકાનોમાં તોડ-ફોડ કરવાની સાથે જ ટાયર સળગાવવામાં આવ્યા.

સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસના જવાનોને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે. ગત બે દિવસની તુલનામાં હાવડા-સિયાલદહ અને ખડગપુર ખંડો પર ટ્રેનની અવર-જવર સામાન્ય રહી. બીજી તરફ એક અધિકારીએ કહ્યું, વારંવાર સૂચના આપવા છતા કેટલાક સાંપ્રદાયિક લોકો હિંસક પ્રદર્શન કરી રહ્યા છે. એવામાં તંત્રે રાજ્યના 5 જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય લીધો છે.

 

(8:59 pm IST)