Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

બજેટ પૂર્વે વાતચીતની પ્રક્રિયા કાલથી શરૂ : ઉત્સુકતા વધી

નિર્મલા સીતારામન સંબંધિતો પાસેથી મત લેશે : કાલે પ્રથમ દિવસે ન્યુ ઇકોનોમી, સ્ટાર્ટઅપ અને અન્યના પ્રતિનિધિઓને મળશે : પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ

નવીદિલ્હી, તા. ૧૫ : બજેટ આડે હજુ સમય રહ્યો છે ત્યારે બજેટ પહેલાની મંત્રણા પ્રક્રિયાની આવતીકાલથી શરૂઆત થઇ રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા હવે બજેટની તૈયારી શરૂ કરતા પહેલા સંબંધિત વિભાગો પાસેથી તેમના અભિપ્રાય લેવાની શરૂઆત કરી દીધી છે. ઇન્ડસ્ટ્રી બોડી, ખેડૂત સંગઠનો, અર્થશાસ્ત્રીઓ સહિત જુદા જુદા લોકો પાસેથી હવે અભિપ્રાય મેળવવાની શરૂઆત થઇ રહી છે. ગ્રોથને વધારવા અને વપરાશને વધારવા માટેની પહેલ થઇ રહી છે. સુત્રોએ કહ્યું છે કે, સીતારામન મોદી-૨ સરકાર માટે તેમના બીજા બજેટને પહેલી ફેબ્રુઆરીના દિવસે સંસદમાં રજૂ કરશે. બજેટ પહેલાની વાતચીતની પ્રક્રિયા આવતીકાલે શરૂ થયા બાદ ૨૩મી ડિસેમ્બર સુધી ચાલશે. સુત્રોનું કહેવું છે કે, આ વખતે બજેટમાં મુખ્ય ધ્યાન આર્થિક ગતિવિધિને વધુ ઝડપી ઉપર કેન્દ્રિત કરાયું છે. ૨૦૧૯-૨૦ના બીજા ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસદર ૪.૫ ટકા સુધી નીચે પહોંચી ગયો છે જે છ વર્ષની નીચી સપાટી જોવા મળે છે. નાણામંત્રાલય મુજબ સીતારામન ન્યુ ઇકોનોમી, સ્ટાર્ટઅપ, ફિન્ચ, ડિજિટલ સેક્ટરના સંબંધિતો સાથે આવતીકાલે વાતચીત કરશે. સૌથી પહેલા આ વિભાગ સાથે વાતચીત કર્યા બાદ બપોરના ગાળામાં ફાઈનાન્સિયલ સેક્ટર અને મૂડી માર્કેટ સાથે જોડાયેલા પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે. ઇન્ડસ્ટ્રી સુત્રોના કહેવા મુજબ સરકારે બિઝનેસ કામગીરીને વધુ સરળ કરવા ખાનગી મૂડીરોકાણને અસર કરનાર રેગ્યુલેટરી માહોલ, નિકાસ, જુદા જુદા પડકારો, પ્રાઇવેટ મૂડીરોકાણને વધારવાના પગલા ઉપર વાતચીત કરશે.

૧૯મી ડિસેમ્બરના દિવસે નાણામંત્રી ઇન્ડસ્ટ્રી ચેમ્બર્સ સાથે વાતચીત કરનાર છે. સરકાર પહેલાથી જ કોર્પોરેટ ટેક્સમાં જંગી ઘટાડો કરી ચુકી છે. એવી અટકળો ચાલી રહી છે કે, પર્સનલ ઇન્કમ ટેક્સના માળખામાં ફેરફાર કરીને પગારદાર વર્ગને કેટલાક અંશે મોટી રાહત આપવામાં આવી શકે છે. ઇન્ડસ્ટ્રી બોડી દ્વારા માંગ કરવામાં આવી છે કે, પાંચ લાખ સુધીની આવકને વ્યક્તિગત કરદાતાઓ માટે ટેક્સમાંથી મુક્તિ આપી દેવી જોઇએ જે હાલમાં ૨.૫ લાખ રૂપિયા રહેલી છે. ચીજવસ્તુઓ અને સર્વિસ માટેની માંગમાં ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે. બીજી બાજુ આ લોકોની એવી માંગ પણ છે કે, ઇન્કમટેક્સ એક્ટની કલમ ૮૦સી હેઠળ વર્તમાન ૧.૫ લાખથી ત્રણ લાખ સુધી એકંદરે કપાત મર્યાદામાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે. આનાથી વ્યક્તિગત કરદાતાઓની ટેક્સ બચતમાં વધારો થશે.

બજેટ કવાયત શરૂ......

બજેટ આડે હજુ સમય રહ્યો છે ત્યારે બજેટ પહેલાની મંત્રણા પ્રક્રિયાની આવતીકાલથી શરૂઆત થઇ રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા હવે બજેટની તૈયારી શરૂ કરતા પહેલા સંબંધિત વિભાગો પાસેથી તેમના અભિપ્રાય લેવાની શરૂઆત કરી દીધી છે. બજેટ પ્રક્રિયાની સાથે સાથે નીચે મુજબ છે.

*    બજેટ પહેલાની પરંપરાગત પ્રક્રિયા આવતીકાલથી શરૂ

*    ઇન્ડસ્ટ્રી બોડી, ખેડૂત સંસ્થાઓ અને અર્થશાસ્ત્રીઓને મળશે

*    મોદી-૨ સરકાર માટે બીજુ બજેટ સીતારામન પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરશે

*    બજેટ પહેલાની વાતચીતની પ્રક્રિયા આવતીકાલે શરૂ થયા બાદ ૨૩મી ડિસેમ્બર સુધી ચાલશે

*    બજેટમાં મુખ્ય ધ્યાન આ વખતે આર્થિક ગ્રોથ પર કરાશે

*    આવતીકાલે પ્રથમ દિવસે ન્યુ ઇકોનોમી, સ્ટાર્ટઅપ અને ડિજિટલ સેક્ટરના પ્રતિનિધિઓ સાથે બેઠક થશે

*    ૧૯મી ડિસેમ્બરે ઇન્ડસ્ટ્રી ચેમ્બર્સ સાથે બેઠક થશે

*    ખાનગી મૂડીરોકાણને વધારવા, નિકાસને વધારવા, વિલંબથી થતાં પેમેન્ટ, કારોબારને સરળ કરવા, રેગ્યુલેટરી એન્વાયરમેન્ટના મુદ્દા ચમકશે

(8:05 pm IST)