Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

ટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં વધારો થયો

રિલાયન્સ, એચડીએફસીની માર્કેટ મૂડીમાં વધારો : માર્કેટ મુડીની દ્રષ્ટિએ આરઆઈએલ પ્રથમ ક્રમાંક ઉપર

મુંબઈ, તા. ૧૫ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકી છ કંપનીઓની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહમાં ૬૫૦૬૦.૩૦ કરોડનો વધારો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને એચડીએફસીની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. છેલ્લા સપ્તાહ દરમિયાન એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા, ભારતીય સ્ટેટ બેંકની માર્કેટ મૂડીમાં વધારો થયો છે જ્યારે ટીસીએસ, હિન્દુસ્તાન યુનિલીવર, ઇન્ફોસીસ અને આઈટીસીની માર્કેટ મૂડી ઘટી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડી ૧૭૪૩૯.૭૪ કરોડ રૂપિયા વધીને હવે ૧૦ લાખ કરોડના આંકડથી ઉપર પહોંચી ચુકી છે. એચડીએફસી અને ભારતીય સ્ટેટ બેંકની માર્કેટ મૂડી ક્રમશઃ ૧૫૪૩૫.૫૧ કરોડ અને  ૧૧૫૧૨.૭૫ કરોડ રૂપિયા વધીને નવી ઉંચી સપાટી ઉપર પહોંચી છે. ટીસીએસની માર્કેટ મૂડી ઉલ્લેખનીયરીતે ઘટી છે. તેની માર્કેટ મૂડી ૧૯૨૩૧ કરોડ રૂપિયા ઘટી ગઈ છે. 

                 માર્કેટ મૂડીમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં ટીસીએસ માર્કેટ મૂડીની દ્રષ્ટિએ બીજા સ્થાન ઉપર અકબંધ છે જ્યારે રિલાયન્સનું હવે પ્રભુત્વ છે. ટીસીએસને માર્કેટ મૂડીમાં રિલાયન્સ સુધી પહોંચવા ખુબ સમય લાગી શકે છે. છેલ્લા સપ્તાહ દરમિયાન શેરબજારમાં ઉથલપાથળ વચ્ચે સેંસેક્સમાં ૫૬૫ પોઇન્ટ સુધીનો ઉછાળો રહ્યો હતો. આવતીકાલથી શરૂ થતાં નવા સત્રમાં બજારમાં તેજી સાથે માહોલ જામે તેમ માનવામાં આવે છે. શેરબજારમાં હાલ ભારે પ્રવાહી સ્થિતિ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં શેરબજારમાં કઇ કંપનીની માર્કેટ મૂડીમાં વધારો થશે અને કઇ કંપની તેની માર્કેટ મુડી ગુમાવશે તેને લઇને રોકાણકારો દિશાહિન થયેલા છે જેથી રોકાણના મૂડીમાં દેખાઈ રહ્યા નથી.

માર્કેટ મૂડીમાં ઘટાડો.....

મુંબઈ,તા.૧૫ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ચાર કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટીસીએસની માર્કેટ મૂડીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ ગયો છે. માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહમાં સૌથી વધુ ઘટાડો થયો હોવા છતાં ટીસીએસ બીજા સ્થાને છે.

કંપની

માર્કેટ મૂડીમાં ઘટાડો

કુલ માર્કેટ મૂડી

ટીસીએસ

૧૯૨૩૧.૦૦

૭૭૭૩૮૧.૫૪

એચયુએલ

૪૩૭૨.૯૨

૪૩૪૧૦૯.૭૬

આઈટીસી

૨૦૨૭.૭૩

૨૯૬૯૭૧.૦૩

ઇન્ફોસીસ

૧૬૬૦.૮

૩૦૨૮૮૨.૭૩

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

(8:04 pm IST)