Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે એજીપી તૈયાર

ભાજપના સાથી પક્ષો નારાજ

નવીદિલ્હી, તા. ૧૫ : નાગરિક સુધારા બિલ પાસ કરવામાં આવ્યા બાદ આની સામે વિરોધ પ્રદર્શનનો દોર દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કેટલાક સાથી પક્ષો પણ આને લઇને નાખુશ દેખાઈ રહ્યા છે. મળેલી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટીની સાથી પાર્ટી એજીપી પણ આસામમાં વિરોધ પ્રદર્શનને લઇને નારાજ છે અને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે ઇચ્છુક છે. બીજી બાજુ આસામ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રિપુન બોરાએ કહ્યું છે કે, અમે આવતીકાલે સોમવારના દિવસે નાગરિક સુધારા બિલને પડકાર ફેંકીને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા જઈ રહ્યા છીએ. રિટ પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવશે.

            બીજી બાજુ પીએમઓમાં પ્રધાન જીતેન્દ્રસિંહે કહ્યું છે કે, પરિસ્થિતિ હવે કાબૂમાં આવી રહી છે. છુટાછવાયા બનાવો બની રહ્યા છે પરંતુ અસામાજિક તત્વો દ્વારા સ્થિતિનો લાભ લેવા માટે હિંસાને ઉશ્કેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બંગાળમાંઆજે વિરોધ પ્રદર્શનનો દોર વધુ તીવ્ર રહ્યો હતો. બીજી બાજુ દેશના અન્ય કેટલાક રાજ્યોમાં ખાસ કરીને આસામ, મેઘાલય અને ત્રિપુરામાં વિરોધ પ્રદર્શન જારી છે જેથી સ્થિતિ વધુ તંગ બનેલી છે.

(8:00 pm IST)