Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

દેવેન્‍દ્ર ફડણવીસના કેટલાક માણસોએ નેતાઓ વિરૂધ્‍ધ રીતસર કાવતરા ઘડ્યા છે : અનિલ ગોટેનો સીધો આક્ષેપ

મહારાષ્ટ્રના બીજેપીના ભૂતપૂર્વ વિધાનસભ્ય અનિલ ગોટેએ એકનાથ ખડસે અને પંકજા મુંડે જેવા જનસમુદાયમાં કામ કરતાં અને વ્યાપક લોકપ્રિયતા ધરાવતા નેતાઓ વિરુદ્ધ કાવતરાં ઘડ્યા હોવાનો આરોપ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને એમના ગોઠિયાઓ પર મૂક્યો હતો. દેવેન્દ્ર ફડણવીસની કિચન કૅબિનેટ માટે 'વર્ષા નાઇટ ક્લબ' શબ્દપ્રયોગ કરતાં અનિલ ગોટેએ જણાવ્યું હતું કે 'એ વખતના પ્રધાન ગિરીશ મહાજન સહિત કેટલાક નેતાઓ રોજ રાતે મુંબઈમાં ફડણવીસના સત્તાવાર નિવાસસ્થાને પહોંચી જતા હતા અને એકનાથ ખડસે તથા પંકજા મુંડે જેવાં લોકપ્રિય નેતાઓના વિરોધીઓને મજબૂત બનાવવાના કાવતરાં ઘડતાં હતાં.'

(3:51 pm IST)