Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

ફાસ્‍ટ ટેગનો અમલ એક મહિનો મુલતવી રહ્યો - આજથી અમલ નહીં થાય : હવે 15 જાન્યુયારીથી થશે અમલ : વધુ એક મહિનો રોકડથી ટોલ ટેક્ષ ભરી શકાશે

નવી દિલ્હી : FASTag નો અમલ આજથી (૧૫ ડિસે.થી) લાગુ થશે નહીં, સરકારે એક મહિનાનો સમય ગાળો વધાર્યો છે. ફાસ્ટ ટેગની તંગી અને પુરતો સ્ટોક નહીં હોવાના લીધે, અમલ શરૂ કરવાના એક દિવસ પહેલા સરકારે ફરી મુદત લંબાવી દીધી છે અને હવે આની અમલવારી 15 જાન્યુયારીથી કરવામાં આવશે.

FASTag માં ઉપયોગમાં લેવાતી RFID ચિપ્સ વિદેશથી આવે છે. આ આયાત પ્રક્રિયામાં લગભગ છ અઠવાડિયા લાગે છે. એટ્લે લોકો હવે વધુ એક મહિનો રોકડથી ટોલ ટેક્ષ ભરી શકશે તેમ જાણવા મડે છે. ટોલ ટેક્ષ પીઆર ૭૫ % લેન ફાસ્ટ ટેગ માટે જ રહેશે તેમ પીએન વધુમાં જાણવા મડે છે.

(3:46 pm IST)