Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

નાગરિકતા સંશોધન બિલ પર જેડીયૂમાં ઘમાસાણ: ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે કરી રાજીનામાની ઓફર

સીએમ નીતિશકુમારે રાજ્યમાં એનઆરસી લાગૂ નહીં થાય.તેવું પ્રશાંત કિશોરને કહ્યાના અહેવાલ

પટના : નાગરિકતા સંશોધન કાયદા પર પોતાના પક્ષના વલણથી  વિપરીત જનારા જેડીયૂના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે પાર્ટીમાં રાજીનામું આપવાની દરખાસ્ત કરી છે. જે અંતર્ગત તેઓએ સીએમ અને પાર્ટીના સુપ્રીમો નીતિશ કુમારને મળીને રાજીનામું આપવાની રજૂઆત કરી.હતી

જો કે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નીતિશ કુમારે તેમના રાજીનામાનો અસ્વીકાર કરી દીધો છે. એક અહેવાલ મુજબ સીએમ નીતિશે પ્રશાંત કિશોરને વિશ્વાસ અપાવ્યો કે રાજ્યમાં એનઆરસી લાગૂ નહીં થાય.

નાગરિકતા સંશોધન કાયદા પર પક્ષમાં બે ફાંટા જોવા મળે છે જ્યાં પ્રશાંત કિશોરની આગેવાની પવન વર્મા, ગુલાસ રસૂલ બલિયાવી સહિત અનેક નેતાઓ આ બિલને સપોર્ટ કરવા માટે પાર્ટીના નિર્ણયને સાર્વજનિક રીતે ખોટો ગણાવી રહ્યાં છે. બીજી તરફ સીનિયર નેતાઓએ આરસીપી સિંહના નેતૃત્વમાં બિલને સમર્થન આપ્યું હતું. તેમજ પ્રશાંત કિશોર સહિતના વિરોધ કરતા નેતાઓ પર પ્રહારો પણ કર્યા હતા

(10:53 pm IST)