Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

પીએસી કેગને બોલાવીને ઘણા પ્રશ્નો કરશે : ખડગે

રાફેલ ડીલ ઉપર વિવાદ અકબંધ

નવી દિલ્હી, તા.૧૫ : રાફેલ ડીલ પર સુપ્રિમ કોર્ટના ચુકાદાના એક દિવસ બાદ પણ વિવાદનો અંત થઈ રહ્યો નથી. કોર્ટે પોતાના ચુકાદામાં કેન્દ્ર સરકારને ક્લિનચિટ આપી દીધી છે પરંતુ કોંગ્રેસે કેગના રિપોર્ટને આધાર બનાવીને પ્રહારો શરૂ કરી દીધા છે. પબ્લિક એકાઉન્ટ કમિટીના ચેરમેન મલ્લિકાર્જુન ખડગેએ આજે આક્ષેપ કરતા કહ્યું હતું કે સરકારે કેગના રિપોર્ટને લઈને  સુપ્રિમ કોર્ટમાં ખોટી વાતો રજુ કરી છે. એવી સ્થિતિમાં તેઓ કેગ અને એજીને બોલાવવા જઈ રહ્યા છે. ખડગેએ આક્ષેપ કરતા કહ્યું હતું કે સરકારે સુપ્રિમ કોર્ટમાં ખોટુ નિવેદન આપ્યું છે કે કેગના રિપોર્ટને ગૃહમાં અને પીએસીની સમક્ષ રજુ કરામાં આવી ચુક્યા છે. પીએસી દ્વારા આની ચકાસણી પણ કરવામાં આવી ચુકી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું છે કે સરકારે સુપ્રિમ કોર્ટમાં કહ્યું છે કે આ પબ્લિક ડોમેન છે પરંતુ આવી કોઈ વાત કરવામાં આવી નથી. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે તેઓ આ મામલાને પીએસીમાં બીજા સભ્યો સમક્ષ ઉઠાવશે. એટર્ની જનરલ અને કેગને બોલાવવામાં આવશે. કોંગ્રેસ પાર્ટી રાફેલ ડીલ પર જેપીસીને લઈને મક્કમ છે.

(8:11 pm IST)