Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

મિત્રો સાથે પત્નીના ફોન-સેકસને પતિની આત્મહત્યા માટે દોષી ન માની શકાયઃ કોર્ટ

મુંબઇ, તા.૧૫: એક બેંકરની આત્મહત્યા મામલે બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે એક ચુકાદો આપતા કહ્યું કે, પતિના મિત્રો પત્નીની ફોન પર અશ્લિલ વાતો કરવી તેને પતિને આત્મહત્યાના દુષ્પ્રેરણા માટે જવાબદાર ન માની શકાય. જસ્ટિસ મૃદુલા ભાટકરે કહ્યું કે, મહિલાને પતિની આત્મહત્યા માટે દોષી ન માની શકાય. કોર્ટે કહ્યું કે પતિની ચેતવણી બાદ પણ જો મહિલાએ ફોન-સેકસ ચાલું રાખ્યું હોત અને તેના વિશે પતિને કહ્યું હોત તો તેને ત્રાસ માની શકાય.

થાણેના બેંકરે જુલાઈ ૨૦૧૫માં પોતાને આગ ચાંપી દીધી હતી. પોલીસે મહિલા વિરુદ્ઘ આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો કેસ દાખલ કર્યો હતો. પોલીસે આ વાતને આધાર બનાવી હતી કે પતિને મહિલાના એવા મેસેજ મળ્યા હતા જેમાં તે મુંબઈ અને દુબઈમાં રહેતા બે મિત્રો સાથે અશ્લિલ વાતો કરતી હતી. જોકે મહિલાએ આ દાવાથી ઈનકાર નહોતો કર્યો, પરંતું તેના વકીલે કહ્યું કે તે આ કામ છુપાઈને કરતી હતી. આથી પતિને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો કેસ બનતો નથી.

જસ્ટિસ ભાટકરે કહ્યું કે મહિલાને દગો આપવાના કેસમાં દોષી માની શકાય પરંતુ આ વાતના કોઈ પૂરાવા નથી કે તેણે પતિને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કર્યો. કોર્ટે કહ્યું, જો આરોપી જાણી જોઈને ફોન-સેકસ કરતી હોત અને પોતાના પતિની વોર્નિંગ બાદ પણ આ વિશે જણાવતી હોય તો તેને જાણી જોઈને ત્રાસ આપવો માની શકાય. તેને દગો આપવાની દોષી માની શકાય છે પરંતુ આત્મહત્યા માટે પ્રેરિત કરવા પર નહીં.(૨૨.૧૨)

(3:28 pm IST)