Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

કુંભ પહેલા પ્રયાગરાજમાં આજે ૭૧ દેશોના રાજદ્વારીઓનો સંગમ થશે

યોગી આદિત્યનાથે તૈયારીઓની સમીક્ષા કરી : મોદી પણ લેશે મુલાકાત : ૩૫૦૦ કરોડના કાર્યોનું લોકાર્પણ કરશે

નવી દિલ્હી તા. ૧૫ : ઙ્ગકુંભમેળાની ગ્લોબલ બ્રાન્ડિંગ માટે ૭૧ દેશોના રાજદ્વારીઓ આજે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે.વિદેશ રાજય મંત્રી વીકે સિંહની અગુવાઇમાં રાજદ્વારીઓની આ ટિમ સવારે વિશેષ વિમાનથી બમ્હોરલી એરપોર્ટ પહોંચશે.ત્યાંથી દરેક સંગમ પસાર થાય છે અને ગંગા પૂજાની સાથે કુંભની તૈયારીઓની સમીક્ષા કરશે.રાજનયિકોની આગેવાની માટે સીએમ યોગી આદિત્યનાથ ગઈ કાલે સાંજથી પ્રયાગરાજ પહોંચી ગંગા પૂજન બાદ રાજદ્વારી અરેલ ઘાટ જશે.ત્યાં પણ દેશોને ધ્વજનું ધ્વજારોહણ કરશે. સાથે જ કુંભ સાથે જોડાયેલી પ્રદર્શનોનું અર્પણ અવલોકન કરશે. પ્રયાગરાજમાં અંદાજે છ કલાક સુધી રોકાણ કરશે.

અંગોલા, આર્જેટીના, ઓસ્ટ્રિયા, અજરબૈજાન, બોલિવિયા, બુર્કિના ફાસો, બુરુંડી, કેનેડા, કંબોડીયા, કોસ્ટારિકા, ક્રોએશિયા, કયુબા, જિબોતી, ડોમિનિસન રિપબ્લિક, ઇજિપ્ત, ઈઆઈ સલ્વાડોર, ઇરિટ્રિયા, ઇથોપિયા, ગેબન, ગેમ્બિયા, જાર્જિયા, ગ્રીક, જયુનિયા, કોરિયા, કીર્ગીસ્તાન, ઇન્ડોનેશિયા, ઇરાક, લિસોથો, લિબિયા, લીથ્યુંનીયા, લગજામબર્ગ, મેડાગસ્કર, માલાવી, મલેશિયા, માલી, માલ્ટા, મોરેશિયસ, મેકિસકો, મોરક્કો, ન્યુઝીલેન્ડ, નાઈજિરીયા, નોર્વે, પેલેન્સ્ટાઇન, પોલેન્ડ, પોટુર્ગલ, સેનેગલ, વિયેતનામ.

ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીનું પ્રયાગરાજ ધરતી પર ૧૬ ડિસેમ્બરે આગમન થશે.અને તે લગભગ ૩૫૦૦ કરોડ રૂપિયાના કાર્યોનું લોકાર્પણ કરશે.તૈયારીઓની સમીક્ષા લેવા પહોંચેલા સીએમ યોગી આદિત્યનાને જણાવ્યું કે સ્થાયી પ્રકૃતિના કાર્ય ૧૫ ડિસેમ્બર સુધી પૂર્ણ થઇ જશે.(૨૧.૧૮)

(3:26 pm IST)