Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

કોંગ્રેસે આપેલું વચન પાળી બતાવ્યું: કમલનાથે ખેડૂતોનું ૪૦ હજાર કરોડ રુપિયાનુ દેવું કર્યું માફ

નવી દિલ્હીઃ પાંચ રાજયોના પરિણામો આવ્યા બાદ ત્રણ રાજયોમાં કોંગ્રેસની સરકાર બની છે. કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં ખેડૂતોના દેવુ માફ કરવાની વાત કરી હતી. જે વચન મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી કમલનાથે પાળી બતાવ્યુ છે. કમલનાથે મુખ્યમંત્રી પદના શપથ લે એ પહેલા જ ૪૦ હજાર કરોડ રુપિયાનુ ખેડૂતોનું દેવું માફ કર્યું છે.

 મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી પદે નિમવામાં આવ્યા બદલ કમલનાથ એકશનમા આવ્યા છે. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોના દેવામાફીનાં મુદ્દાનો સમાવેશ કર્યો હતો અને તેમણે કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનુ દેવુ માફ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. તેથી કમલનાથે એક ખાનગી ટી.વી. ચેનલ સાથેની વાતચીતમાં ૧૦ દિવસની અંદર ખેડૂતોનુ ૪૦ હજાર કરોડ રુપિયાનુ દેવુ માફ કરશે તેમ જણાવ્યુ હતુ.  મુખ્યમંત્રી પદે તેમના નામની જાહેરાત થયા બાદ ૨૪ કલાકની અંદર જ તેમણે આ વાત જણાવી હતી. તેમણે કહ્યુ કે, ''જે ખેડૂતોના ૨ લાખ સુધીના દેવા હશે તે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. આમ પ્રાથમિક તબક્કે ૧૦ દિવસમાં જ કુલ ૪૦ હજાર કરોડનુ દેવુ માફ કરવામાં આવશે.'' (૪૦.૫)

(3:25 pm IST)