Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

આંધ્ર - તામિલનાડુમાં ચક્રવાતની સૂચના બાદ હાઈએલર્ટ

કોસ્ટગાર્ડે જવાનોને કર્યા એલર્ટ : માછીમારોને દરિયો ન ખેડવા સૂચન

વિશાખાપટ્ટનમ તા. ૧૫ : આંધ્ર પ્રદેશના કાકીનાડા અને ઓગોલ ક્ષેત્રમાં ડિસેમ્બરે ગંભીર ચક્રવાતની આશંકાને ધ્યાનમાં રાખીને ભારતીય તટરક્ષકે તેમના જવાનોને હાઇએલર્ટ કરી દીધા છે. સુરક્ષા દ્વારા સમુદ્રમાં ગયેલા માછીમારોને જાનમાલની રક્ષા માટે સાવધાની રાખવાનું કહેવામાં આવ્યું છે.

એક આધિકારિક સૂત્રોના જણાવ્યા મુજબ, સ્થાનિક હવામાન વિભાગે ભારે દબાણના ગંભીર ચક્રવાતના રૂપમાં બદલવાનું પૂર્વનુમાન વ્યકત કરવામાં આવ્યું છે. વધુમાં ઉમેરવામાં આવ્યું છે કે આંધ્રપ્રદેશ અને તામિલનાડુ માટે જરૂર પડ્યા પર કોઈ પણ પ્રકારની મદદ માટે હોડીઓ અને હવાઈજહાજ ને તૈયાર રાખવામાં આવ્યા છે.તટરક્ષક બળે સમુદ્રમાં માછલી પકડવા પર માછીમારોને સૂચના પહોંચાડવા માટે જરૂરી પ્રબંધ કર્યા છે.માછીમારોની હોડીઓને સુરક્ષિત પાછી લઇ આવવા માટે સુરક્ષા બળ તરફથી બે હોડીઓને સમુદ્ર મોકલવામાં આવ્યા છે.(૨૧.૧૮)

 

(3:28 pm IST)