Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

મુંબઈથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની ધમકી:ઉડાન કેન્સલ કરાઈ

મુંબઈ:એરલાઇન્સ કંપની ઇન્ડિગોની મુંબઈથી દિલ્હી થઈને લખનઉ જઈ રહેલી એક ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યા બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ધમકી મળ્યા બાદ ફ્લાઈટની ઉડાન રદ્દ કરી દેવામાં આવી હતી.

 

જો કે ત્યારબાદ બોમ્બ ધમકીનું આંકલન કરતી કમિટી (BTS) દ્વારા આ ધમકીને ગંભીરતાથી લેવામાં આવી હતી અને ત્યારબાદ વિમાનને એક ખાલી સ્થાન પર લઈ જવામાં આવ્યું હતું. જો કે સુરક્ષા એજન્સીઓ દ્વારા કરાયેલી તપાસ બાદ વિમાનને સુરક્ષિત ઘોષિત કરી દેવામાં આવ્યું છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઈટને સવારે ૬ વાગ્યે ૫ મિનિટે ઉડાન ભરવાની હતી. જો કે આ સમયે ઇન્ડિગો એર ફ્લાઈટ દ્વારા દિલ્હી જઈ રહેલી એક મહિલા યાત્રીએ એરલાઇન્સના ચેક-ઇન કાઉન્ટર પર ગઈ હતી અને ત્યાં જણાવ્યું હતું કે, આ ફ્લાઈટમાં બોમ્બ છે.

(2:16 pm IST)