Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

દિલ્હીમાં અેક લગ્નમાં કોમેડિયન અભિનેતા અલી અસગર સાથે છેડતી થઇ હતી

કોમેડિયન અલી અસગરે ઓનસ્ક્રીન દાદીનો રોલ નિભાવીને ટીવી ક્ષેત્રે પોતાની જગ્યા બનાવી છે. એટલે અત્યારે તે દિલ્હીમાં તેના આગામી શો કાનપુર વાલે ખુરાનાઝનું પ્રમોશન કરવા ગયો હતો ત્યારે ચાહકોએ તેનેદાદી દાદીકહી બોલાવ્યો હતો. નવા શોમાં પણ અલી ચૌથી કરીને એક મહિલાનું પાત્ર ભજવે છે. અલીએ અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથએની વાતચીતમાં મોટા પરદે સ્ત્રીનો રોલ નિભાવવા અંગે અને તેના પરથી તે વાસ્તવિક જીવનમાં શું શીખ્યો તે અંગે વાત કરી હતી.

લગ્નમાં થઈ છેડતીઃ

અલી સ્ત્રીઓના પાત્ર એટલા સરસ રીતે નિભાવે છે કે લોકો તે પુરુષ છે કે સ્ત્રી તે પણ કહી શકતા નથી. કારણે તે વાસ્તવિક જીવનમાં મુશ્કેલીમાં પણ મૂકાયો છે. દિલ્હીમાં એક લગ્નમાં પરફોર્મ કરવાનો અનુભવ શેર કરતા અલી અસગરે જણાવ્યું, “હું જ્યારે પણ આવા શો માટે જાવ છું તો હું એન્કરને મારુ નામ એનાઉન્સ કરવા નથી દેતો. હું દાદી તરીકે એન્ટ્રી મારુ છે. ઈવેન્ટમાં મેં જ્યારે એન્ટ્રી મારી ત્યારે લોકો પહેલેથી નશામાં ધૂત હતા. તેમણે ત્યાર પછી મારા પર જે હુમલો કર્યો- તેમના હાથ મારી છાતી પર હતા, તે મારા નિતંબ પર ચૂંટલો ભરતા હતા- મારી સરેઆમ છેડતી થઈ હતી.” મારી ટીમમાં એક છોકરી હતી તેણે મને જેમ તેમ બચાવ્યો નહિં તો હું નીકળી નહતો શકતો. મારો સમયે સવાલ હતો કે શું તમને ખબર પણ છે કે એક પુરુષ છે જે સ્ત્રીનો રોલ કરી રહ્યો છે? જો તમને ખબર ના હોય તો પણ- એક વૃદ્ધ સ્ત્રી છે- એને તો છોડી દો.

જેકલિન પણ થાપ ખાઈ ગઈઃ

જો કે બધા અનુભવ આટલા ભયાનક નથી હોતા. તે જ્યારે ડ્રામા કંપની માટે કામ કરતો હતો ત્યારે એક એપિસોડમાં જેકલિન ફર્નાન્ડિઝ આવી હતી. શૂટ દરમિયાન જેકલિન, સુગંધા, અલી અને બીજી એક ફિમેલ આર્ટિસ્ટ ડાન્સ કરી રહ્યા હતા ત્યારે જેકલિનનું માઈક નીકળી ગયુ હતુ. અલીએ જણાવ્યું, “બીજી મહિલાઓ હોવા છતાંય જેકલિને મને કહ્યું કે તમે મારી પીઠ પર માઈક લગાવી શકશો? તો મેં કહ્યું હું છોકરો છું. આખી ઓડિયન્સ હસવા માંડી હતી. ઘણીવાર લોકો નથી જણાવી શકતા કે એક પુરુષ સ્ત્રીનો રોલ નિભાવી રહ્યો છે. હવે આને વખાણ સમજવા કે કેમ મને નથી ખબર.”

અલીને કરવું છે નવુ કામઃ

અલી તેના ચાહકો માટે એક સ્ત્રીનો રોલ ઘણી સારી રીતે નિભાવી લે છે. તે કહે છે કે તે નવું નવું પણ ટ્રાય કરવા માંગે છે. અલી કહે છે, “મને સ્ત્રી પાત્ર ભજવવામાં ફાવટ છે પણ પરફોર્મર તરીકે હું પણ કરવા માંગુ છું અને બીજુ પણ કરવા માંગુ છું. મને અત્યારે એક પ્રોડક્શન હાઉસ પાસેથી ઑફર આવી તો હું ચોંકી ગયો. હું પ્રોડક્શન હાઉસનું નામ તો નહિ આપુ પણ હું ઘણો એક્સાઈટેડ હતો કે મને અલગ રોલ કરવા મળશે. પહેલી મીટીંગમાં તેમણે મને કહ્યું કે તે ઈચ્છે છે કે હું દાદીનો રોલ કરુ. પણ તેમાં એક પુરુષે સ્ત્રીનો ડ્રેસ પહેર્યો હોય રીતે નહિ, હું વાસ્તવમાં દાદીનો રોલ ભજવીશ. તો મને થયું, બોસ, તો વધારે પડતુ થઈ ગયુ. હવે હું પુરુષનો રોલ ક્યારેય નહિ કરી શકુ?”

બે ત્રણ ફિલ્મોમાં દેખાશેઃ

અલી પાસે અત્યારે બે-ત્રણ ફિલ્મો છે જેમાં તે અલગ અલગ પાત્ર ભજવી રહ્યો છે. તે કહે છે, “હું મારી જાતને મનાવું છું કે આખરે તો અલી અસગર છે જે અલગ અલગ રોલ ભજવે છે. “

(12:00 am IST)