Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

યુરોપમાં ફરી કોરોનાના કેસ વધતા સરકાર એલર્ટ

સરકાર દ્વારા સમીક્ષા કરાયા બાદ દિશાનિર્દેશ : ભારત આવવા પર કોરોના પ્રોટોકોલના ઉપાયોનું પાલન કરવું પડશે : યાત્રીકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે

નવી દિલ્હી, તા.૧૫ : યુરોપીયન દેશોમાં કોરોનાના વધતા કેસને લઈને ભારત સરકાર સતર્ક છે. બ્રિટન, બ્રાઝિલ સહીત ઘણા દેશોના યાત્રીકોના ભારત આવવાને લઈને કેન્દ્રએ દિશાનિર્દેશ જાહેર કર્યા છે. સોમવારે ભારત સરકારે કહ્યું કે, બ્રિટન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મારીશસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે અને સિંગાપુર સહિત યુરોપના ઘણા એવા દેશ છે, જ્યાંથી ભારત આવવા પર કોરોના પ્રોટોકોલના ઉપાયોનું પાલન કરવું પડશે. સાથે ભારત આગમન પર દેશોથી આવેલા યાત્રીકોનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે.

સરકાર દ્વારા સમીક્ષા કરાયા બાદ દિશાનિર્દેશ ૧૩ નવેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા. તેવા ૧૦ દેશોની યાદી છે, જ્યાંથી યાત્રીકોનું ભારત આગમન બાદ કોરોના ટેસ્ટની સાથે વધારાના ઉપાયોનું પાલન કરવું પડશે. તેમાં બ્રિટન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મારીશસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે અને સિંગાપુર સબિત દેશોને 'જોખમ' શ્રેણીમાં મુકવામાં આવ્યા છે વચ્ચે ૯૯ દેશોની એક યાદી છે જેની સાથે ભારત સરકારે રાષ્ટ્રીય સ્તર પર કે ઉઁર્ં દ્વારા માન્યતા પ્રાપ્ત કોરોના વેક્સીનના બંને ડોઝ લેનારા યાત્રીકોને છૂટ આપી છે. દેશોથી ભારત આવેલા યાત્રીકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. સાથે ભારત આવવા પર તેને છૂટ આપવામાં આવી છે. તેવા દેશોની યાદી સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયની વેબસાઇટ (ર્દ્બરકુ.ર્ખ્તદૃ.ૈહ) પર ઉપલબ્ધ છે અને તેની લિંક વિદેશ મંત્રાલયની વેબસાઇટ અને એર સુવિધા પોર્ટલ પર ઉપલબ્ધ થશે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે યાત્રીકોએ એર સુવિધા પોર્ટલ પર વેક્સીનનું પ્રમાણપત્ર અપલોડ કરવું ફરજીયાત છે.

બીજી તરફ, ૧૧ નવેમ્બરના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, 'પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મુસાફરી પહેલા અને પછી કોરોના ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે. પરંતુ, જો ભારતમાં તેમના આગમન દરમિયાન અથવા ક્વોરેન્ટાઇન (૧૪ દિવસ) દરમિયાન તેમનામાં કોરોનાના લક્ષણો જોવા મળે છે, તો તેમની તપાસ કરવામાં આવશે અને પ્રોટોકોલ મુજબ સારવાર કરવામાં આવશે. માર્ગદર્શિકા ૧૨ નવેમ્બરથી અમલમાં આવી છે અને આગામી આદેશો સુધી ચાલુ રહેશે.

(8:54 pm IST)