Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ઉગ્રવાદીઓને હથિયારોની સપ્લાય કરી રહ્યું છે ચીન

નોર્થ-ઈસ્ટમાં શાંતિ ભંગ કરવાનો ઈરાદો : ઉગ્રવાદી જૂથના વડા પરેશ બરુઆની મદદથી ચીની હથિયાર ઉત્તર પૂર્વના ઉગ્રવાદી જૂથો સુધી પહોંચાડાય છે

નવી દિલ્હી, તા.૧૫ : પાછલા શનિવાર એટલે કે ૧૩ નવેમ્બરે સેનાના કાફલા પર ઘાત લગાવીને થયેલા ઉગ્રવાદી હુમલાની જવાબદારી મણિપુરમાં સક્રિય Peoples Liberation Army (PLA) લીધી છે. પીએલએએ હુમલામાં આસામ રાઇફલ્સના કર્નલ સહિત કુલ લોકોના મોત થયા હતા. સૂત્રો પ્રમાણે સેનાની ટુકડી પર થયેલા હુમલામાં ૧૫થી વધુ PLAના ઉગ્રવાદી સામેલ હતા, જેણે કાફલા પર  IED વિસ્ફોટ કરી ફાયરિંગ કર્યું હતું.

સુરક્ષા એજન્સીઓના સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે નોર્થ ઈસ્ટને અશાંત કરવાનું મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને ઉગ્રવાદીઓની પાસે ચીનમાં બનેલા હથિયાર અને દારૂગોળા મોટી માત્રામાં પહોંચી રહ્યાં છે. જાણકારો પ્રમાણે ઉગ્રવાદી જૂથ PLA ચીનની સેના સાથે નજીકનો સંબંધ છે. કેન્દ્રીય સુરક્ષામાં તૈનાત એક અધિકારી પ્રમાણે PLA ની પાસે ૬૦૦-૭૦૦ જેટલા હથિયાર બંધ ઉગ્રવાદી છે. ભારત-મ્યાનમાર સરહદ પર આવેલા મ્યાનમારના વિસ્તારમાં તેના કેમ્પ છે. જ્યારે તેના પર સેના કાર્યવાહી કરે છે, ત્યારે બધા મ્યાનમારની સરહદમાં દાખલ થઈ જાય છે.

મ્યાનમાર-ચીન સરહદની નજીક રૂઇલીમાં છુપાયેલા ઉગ્રવાદી જૂથના વડા પરેશ બરુઆની મદદથી ચીની હથિયાર ઉત્તર પૂર્વના ઉગ્રવાદી જૂથો સુધી પહોંચાડવામાં આવી રહ્યાં છે. ઝી મીડિયાને મળેલી જાણકારી પ્રમાણે PLA નું મ્યાનમારમાં યાંગૂન  (Yangon), Mandalay, Sagaing માં હેડ ક્વાર્ટર છે. ઉગ્રવાદી જૂથ મ્યાનમાર અને ચીન પાસે આવેલા ઉટ્ઠ વિસ્તારથી ઓપરેટ કરે છે. ચીનથી મળેલા હથિયારોના જથ્થાને ઉત્તર પૂર્વમાં સતત સપ્લાય કરવાની સાથે-સાથે ઉગ્રવાદી જૂથમાં યુવાઓની ભરતીમાં પણ જૂથ સામેલ છે.

(8:52 pm IST)