Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

સેન્સેક્સમાં ૩૨, નિફ્ટીમાં ૭ પોઈન્ટનો થયેલો વધારો

પાવરગ્રીડનો શેર સૌથી વધુ ત્રણ ટકા વધ્યો : બજારે બપોરના વેપારમાં તેનો પ્રારંભિક લાભ ગુમાવ્યો, આઈટીસી, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે ઈન્ડિયા પણ વધ્યા

મુંબઈ, તા.૧૫ : વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ હોવા છતાં સોમવારે સેન્સેક્સ નજીવા વધારા સાથે બંધ રહ્યો હતો. ડબલ્યુપીઆઈ  ફુગાવાના ડેટા બહાર આવ્યા બાદ બજારોએ તેમનો પ્રારંભિક લાભ ગુમાવ્યો હતો. જો કે અંતે બજાર ઉછાળા સાથે બંધ થયા હતા. બીએસઈનો ૩૦ શેરો ધરાવનાર સેન્સેક્સ ૩૨.૦૨ પોઈન્ટ અથવા .૦૫ ટકાના વધારા સાથે ૬૦,૭૧૮.૭૧ પોઈન્ટ પર બંધ થયો હતો. રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી .૭૦ પોઈન્ટ અથવા .૦૪ ટકા વધીને ૧૮,૧૦૯.૪૫ પોઈન્ટ પર પહોંચ્યો હતો.

સેન્સેક્સ કંપનીઓમાં પાવરગ્રીડનો શેર સૌથી વધુ ત્રણ ટકા વધ્યો હતો. આઈટીસી, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે ઈન્ડિયા અને કોટક મહિન્દ્રા બેક્ન પણ વધ્યા હતા. બીજી તરફ ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો અને એસબીઆઈમાં ઘટાડો થયો હતો.

નરેન્દ્ર સોલંકી, હેડ ઇક્વિટી રિસર્ચ (ફન્ડામેન્ટલ), આનંદ રાઠીએ જણાવ્યું હતું કે, એશિયન બજારોમાં મિશ્ર વલણ હોવા છતાં સોમવારે ભારતીય બજારો હકારાત્મક નોંધ પર ખુલ્યા હતા. એશિયન બજારોમાં, ચીનમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ત્યાં ઉપભોક્તા ખર્ચના ડેટા અપેક્ષા કરતા વધુ સારા રહ્યા છે. બજારે બપોરના વેપારમાં તેનો પ્રારંભિક લાભ ગુમાવ્યો હતો. જોકે, હેલ્થકેર, આઈટી અને ટેક્નોલોજી કંપનીઓના શેરમાં ખરીદારી જોવા મળી હતી. સોલંકીએ જણાવ્યું હતું કે ઓક્ટોબર મહિનામાં જથ્થાબંધ ફુગાવો વધીને ૧૨.૫૪ ટકા થયો છે. સપ્ટેમ્બરમાં તે ૧૦.૬૬ ટકા અને ઓક્ટોબર ૨૦૨૦માં .૩૧ ટકા હતો. ફુગાવાના ડેટા પાછળ બજારોએ બપોરના વેપારમાં તેમનો પ્રારંભિક લાભ ગુમાવ્યો હતો.

અન્ય એશિયાઈ બજારોમાં ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ નુકસાનમાં બંધ રહ્યો હતો. હોંગકોંગનો હેંગસેંગ, જાપાનનો નિક્કી અને દક્ષિણ કોરિયાનો કોસ્પી વધ્યો હતો. દરમિયાન, આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ .૩૩ ટકા ઘટીને ૮૧.૦૮ ડોલર પ્રતિ બેરલ થયું હતું.

(7:27 pm IST)