Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ભારતે માળખાકીય નિર્માણ માટે રેકોર્ડ રોકાણ કર્યું: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

વડાપ્રધાને રાની કમલાપતિ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું : રેલવે સ્ટેશનનું નામ રાની કમલાપતિ કરાયું, સ્ટેશન પર એરપોર્ટ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે

ભોપાલ , તા.૧૫ : મધ્ય પ્રદેશના ભોપાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે રાની કમલાપતિ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું છે. તકે તેમણે એક ટ્રેનને લીલી ઝંડી દેખાડીને રવાના કરી છે. પીએમ મોદીએ ઉદ્ઘાટન બાદ કહ્યુ કે, નામ બદલવાથી સ્ટેશનનું મહત્વ વધી જાય છે.

મહત્વનું છે કે સ્ટેશનનું નામ પહેલા હબીબગંઝ રેલવે સ્ટેશન હતું, જેને બદલીને હવે રાની કમલાપતિ કરી દેવામાં આવ્યું છે. સ્ટેશનને વર્લ્ડ ક્લાક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. સ્ટેશનમાં લોકોને એરપોર્ટ જેવી સુવિધા મળશે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, ભારતીય રેલવેનું ભવિષ્ય કેટલું આધુનિક છે, કેટલું ઉજ્જવળ છે તેનું પ્રતિબિંબ ભોપાલના ભવ્ય રેલવે સ્ટેશનમાં જે પણ આવશે, તેને જોવા મળશે. તેમણે કહ્યું, 'સ્ટેશન પર ભીડ, ગંદકી, ટ્રેનની રાહ જોવામાં કલાકોની ચિંતા. સ્ટેશન પર બેસીને ખાવા-પીવાની અસુવિધા. ટ્રેનની અંદર ગંદકી, સુરક્ષાની ચિંતા. દુર્ઘટનાનો ડર. બધુ એક સાથે મગજમાં ચાલતું રહે છે. ભારત કઈ રીતે બદલાય રહ્યું છે, સપનું કઈ રીતે સાકાર થઈ શકે છે, જે જોવાનું હોય તો આજે તેનું એક ઉત્તમ ઉદાહરણ ભારતીય રેલવે પણ બની રહી છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે ભોપાલના ઐતિહાસિક રેલવે સ્ટેશનની માત્ર કાયાકલ્પ થઈ નથી, પરંતુ ગિન્નોરગઢના રાણી કમલાપતિનું તેની સાથે નામ જોડતા મહત્વ વધી ગયું છે. તેમણે કહ્યું કે, ગોંડવાનાના ગૌરવથી આજે ભારતીય રેલવેનું ગૌરવ પણ જોડાય ગયું છે. પીએમ મોદીએ કહ્યુ- ભારત કઈ રીતે બદલાય રહ્યું છે સપના કઈ રીતે સાકાર થઈ રહ્યાં છે, તે જોવું હોય તો આજે તેનું ઉત્તમ ઉદાહરણ ભારતીય રેલવે બની રહી છે. - વર્ષ પહેલા જે ટ્રેનમાં સફર કરતા હતા, તે ભારતીય રેલવેની ટીકા કરતા હતા.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ- આજે રાણી કમલાપતિ રેલવે સ્ટેશનના રૂપમાં દેશનું પ્રથમ આઈએસઓ સર્ટિફાઇડ, દેશનું પ્રથમ પીપીપી મોડલ આધારિત રેલવે સ્ટેશન દેશને સમર્પિત કરવામાં આવ્યું છે. જે સુવિધાઓ ક્યારેક એરપોર્ટમાં મળતી હતી, તે આજે રેલવે સ્ટેશનમાં મળી રહી છે. આજનું ભારત આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે રેકોર્ડ રોકાણ તો કરી રહી છે. તે પણ નક્કી કરી રહી છે કે પ્રોજેક્ટમાં વિલંબ થાય. હાલમાં શરૂ થયેલ પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન, સંકલ્પની સિદ્ધિમાં દેશની મદદ કરશે.'

(7:24 pm IST)