Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

મહારાષ્ટ્રના રત્નાગીરીમાં મધરાત્રે ભૂકંપનો આંચકો : રિકટર સ્કેલ પર ૪.૦ ની તીવ્રતા નોંધાઇ : કેન્દ્રબિંદુ મુંબઇથી ૩પ૦ કિ.મી. દૂર જમીનથી પ કિ.મી. નીચે

જિલ્લામાં એક મહિનામાં બીજી વખત ભૂકંપના આંચકા આવતા લોકો ભયભીત : મોડી રાત ર.૩૬ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો

મુંબઇ, તા. ૧પ : મહારાષ્ટ્રના રત્નાગીરીમાં સોમવારે સવારે ભૂકંપનો આંચકો આવ્યો હતો. રિકટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૦ માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપ નું કેન્દ્ર મુંબઈથી ૩૫૦ કિમી દૂર રત્નાગીરી જિલ્લામાં હતું. તેમનો સ્ત્રોત જમીનથી ૫ કિમી નીચે નોંધવામાં આવ્યો હતો.

એનસીએસના વડા જેએલ ગૌતમના જણાવ્યા અનુસાર, સવારે લગભગ ૨.૩૬ વાગ્યે આંચકા અનુભવાયા હતા. જો કે હજુ સુધી આમાં કોઈ જાનહાનિ કે જાન-માલને નુકસાન થયાના કોઈ અહેવાલ નથી.

કેન્દ્રના વડા (ઓપરેશન્સ)એ જણાવ્યું હતું કે મોડી રાત બાદ સવારે ૨.૩૬ કલાકે ભૂકંપ આવ્યો હતો. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી, પરંતુ ભૂકંપના કારણે લોકોમાં ગભરાટ છે. જિલ્લામાં એક મહિનામાં બે વખત ભૂકંપના આંચકા આવતા લોકો ભયભીત છે. સ્થાનિક પ્રશાસને પણ લોકોને સલામત રહેવા અને સાવચેતી રાખવા હાકલ કરી છે.

(4:54 pm IST)