Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

પોલીસી બની ૧૭.૩૫% સિગાચી ઇન્ડ. ૨૫૨% પ્રીમિયમ પર લિસ્ટ થયા

આજે શેરબજારમાં ૩ કંપનીના શેર લિસ્ટ થયા

મુંબઇ, તા.૧૫: આજે શેરબજારમાં ત્રણ કંપનીઓ PB Fintech (Policybazaar), SJS Enterprises અને Sigachi Industries ના શેર શેરબજારમાં લિસ્ટ થયા છે. ત્રણેય કંપનીઓના IPO 1-3 નવેમ્બર વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલ્લા હતા. પોલિસીબઝાર અને પૈસાબઝારની પેરેન્ટ કંપની પીબી ફિનટેકનો ત્રણમાંથી સૌથી મોટો IPO હતો. કંપનીએ પ્રથમ રૂટ દ્વારા રૂ. ૫,૬૨૫ કરોડ એકત્ર કર્યા હતા. શેર ગ્રે માર્કેટમાં રૂ. ૧૫૦-૧૬૦દ્ગક્ન પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો હતો જે ઈશ્યુ પ્રાઇસ કરતા ૧૫-૨૦ ટકા વધુ છે. કંપનીએ રૂ. ૯૪૦-૯૮૦દ્ગક્ન પ્રાઇસ બેન્ડમાં શેર વેચ્યા છે.

પોલીસી બજાર

પોલિસીબજારની પેરેન્ટ કંપની પીબી ફિનટેકના શેર આજે શેરબજારમાંએન્ટ્રી કરી હતી. શેરબજારમાં શેરની શરૂઆત સકારાત્મક રહી હતી. આ સ્ટોક ગ્લ્ચ્ પર ૧૭.૩૫ ટકાના પ્રીમિયમ સાથે રૂ. ૧,૧૫૦ પર લિસ્ટ થયો હતો. રૂ. ૯૮૦ના ઇશ્યુ પ્રાઇસના અપર બેન્ડ મુજબ શેર રૂ. ૧૭૦ પ્રતિ શેરના વધારા સાથે લિસ્ટ થયો હતો. લિસ્ટિંગ પછી પોલિસીબઝારનો સ્ટોક વધ્યો અને તે રૂ. ૧૨૦૫ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આ ભાવે કંપનીનું માર્કેટ કેપ રૂ. ૫૩,૦૦૦ કરોડની આસપાસ થઈ ગયું છે,

(SIS) એન્ટર

આ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) ૧ નવેમ્બરથી ૩ નવેમ્બર સુધી રોકાણ માટે ખુલ્લો રહ્યો હતો. IPOનું કદ રૂ. ૮૦૦ કરોડ છે જેમાંથી કંપની પહેલેથી જ રૂ ૨૪૦ કરોડ એકત્ર કરી ચૂકી છે. ૨૯ ઓકટોબરના રોજ એન્કર રોકાણકારો તરફથી. SJS એન્ટરપ્રાઇઝે IPO માટે રૂ. ૫૩૧-૫૪૨ના પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતું. આ ઈસ્યુમાં માત્ર ઓફર ફોર સેલ (OFS) હતો. અગાઉથી જ નિષ્ણાતોએ કહ્યું હતું કે રોકાણનો અભિગમ લાંબા ગાળાનો હોય તો તમે તેમાં નાણાંનું રોકાણ કરી શકે છે ફકત લિસ્ટિંગ લાભો શોધી રહેલા લોકોએ આને ટાળવું જોઈએ. SJS Enterprises શેર આજે ૫૪૨ રૂપિયા ઉપર લિસ્ટ થયો હતો જે ૫૪૯.૦૦ સુધી ઉપલા સ્તરે નોંધાયો હતો જે બાદમાં સરકી નીચલી સપાટીએ ૫૦૮ રૂપિયા સુધી દેખાયો હતો.

સિગાચી ઇન્ડ.

સિગાચી ઇન્ડસ્ટ્રીઝના શેરની ફાળવણી પણ થઇ છે. કંપનીનો IPO ૩ દિવસમાં ૧૦૧.૯૧ ગણો સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીનો IPO ૧ નવેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખોલવામાં આવ્યો હતો અને ૩ નવેમ્બરે બંધ થયો હતો. કંપનીએ શેરની પ્રાઇસ બેન્ડ રૂ. ૧૬૧-૧૬૩ નક્કી કરી હતી. IPOના ૫૪,૮૯,૪૭,૪૪૦ લાખ શેર માટે બિડ મળી હતી. શેર આજે ૫૭૫.૦૦ ની કિંમતે લિસ્ટ થયો હતો. શેર ઉપલા સ્તરે ૫૯૮ અને નીચલી સપાટીએ ૫૭૦ રૂપિયાના સ્તરે જોવા મળ્યો હતો. સિગાચી ઇન્ડસ્ટ્રીઝનો શેર BSE પર ૨૫૨.૭૬ ટકા અથવા રૂ. ૪૧૨ના વધારા સાથે રૂ. ૫૭૫ પર લિસ્ટ થયો હતો. સિગાચી ઇન્ડસ્ટ્રીઝની ઇશ્યુ પ્રાઇસ રૂ. ૧૬૩ હતી. સિગાચી ઇન્ડસ્ટ્રીઝે પ્રારંભિક હિસ્સાના વેચાણ દ્વારા રૂ. ૧૨૫.૪૩ કરોડ ઊભા કર્યા હતા. કંપનીનો ઈશ્યુ ૧૦૨ ગણો સબસ્ક્રાઈબ થયો હતો. QIB શેર ૮૬.૫ ગણો જયારે રિટેલ શેર ૮૦.૫ ગણો સબસ્ક્રાઇબ થયો હતો. HNI રોકાણકારોનો હિસ્સો ૧૭૨.૪૩ ગણો સબસ્ક્રાઇબ થયો હતો.

(3:49 pm IST)