Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

રોકાણકારો માલામાલઃ છપ્પરફાડ કમાણી

સિગાચી ઈન્ડ.ના શેર્સનું ઐતિહાસિક લિસ્ટિંગ ત્રણ ગણા થયા રોકાણકારોના રૂપિયા

બીએસઈ ખાતે તે ૫૭૦ રૂપિયા સાથે લિસ્ટિંગ થયો, જયારે એનએસઈ પર તે ૫૭૦ રૂપિયા પ્રતિ શેર પર લિસ્ટિંગ થયો ૧-૩ નવેમ્બર દરમિયાન સબસ્ક્રાઈબ માટે ઓપન હતો સિગાચી ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ, ૧૬૩ રૂપિયા હતી ઈસ્યુ પ્રાઈઝ

 

મુંબઇ, તા.૧૫: સિગાચી ઈન્ડસ્ટ્રીઝના શેર્સનું આજે સ્ટેક એકસચેન્જમાં લિસ્ટિંગ થયું છે અને તેણે તમામ રેકોર્ડ્સ તોડી દીધા છે. સિગાચી ઈન્ડસ્ટ્રીઝના શેર્સ બીએસઈ ખાતે ૨૫૨.૭૬ ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયા છે. તેની ઈસ્યુ પ્રાઈઝ ૧૬૩ રૂપિયા હતી અને બીએસઈ ખાતે તે ૫૭૦ રૂપિયા સાથે લિસ્ટિંગ થયો છે. જયારે નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઈ) પર તે ૫૭૦ રૂપિયા પ્રતિ શેર પર લિસ્ટિંગ થયો છે. સિગાચીનો ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ ૧ થી ૩ નવેમ્બર દરમિયાન સબસ્ક્રાઈબ માટે ઓપન થયો હતો. કંપનીએ આ આઈપીઓ દ્વારા ૧૨૫.૪૩ કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. તેની ઈસ્યુ પ્રાઈઝ ૧૬૧-૧૬૩ રૂપિયા પ્રતિ શેર હતી.

લિસ્ટિંગના ૨૪ કલાક અગાઉ ગ્રે માર્કેટમાં તેનું તડગું પ્રીમિયમ બોલાઈ રહ્યું હતું. ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ ૨૨૦-૨૩૦ રૂપિયા બોલાઈ રહ્યું હતું. રોકાણકારો તરફથી પણ આ ઈસ્યુને અદ્દભુત પ્રતિસાત મળ્યો હતો અને તે ૧૨૦ ગણો ભરાઈ ગયો હતો.

સિગાચી ઈન્ડસ્ટ્રીઝના લિસ્ટિંગને લઈને રોકાણકારો ઉપરાંત નિષ્ણાતો પણ આતુર હતા. એનાલિસ્ટોએ અપેક્ષા રાખી હતી કે હૈદરબાદની માઈક્રોક્રિસ્ટલલાઈન સેલ્યુલોસ (એમસીસી) બનાવતી કંપની બીજી પારસ ડિફેન્સ ટેકનોલોજીસ સાબિત થઈ શકે છે. જોકે, આ કંપનીએ તો પારસ ડિફેન્સનો પણ રેકોર્ડ તોડી દીધો છે જેનું લિસ્ટિંગ ૧૭૫ ટકાના પ્રીમિયમે થયું હતું.

એમસીસી ફાર્માસ્યુટિકલ, ફૂડ, ન્યુટ્રાસ્યુટિકલ્સ અને કોમ્સેટિકસ ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવામાં આવે છે. સિગાચીના ત્રણ પ્લાન્ટ છે જેમાંથી એક હૈદરાબાદમાં અને બાકીના બે ગુજરાતમાં છે. સિગાચીના શેર્સનું ૨૨૦ રૂપિયા પ્રતિ શેરના પ્રીમિયમે લિસ્ટિંગ થશે તેવું ગ્રે માર્કેટમાં બોલાઈ રહ્યું છે જે તેના ઈસ્યુ પ્રાઈઝ ૧૬૩ રૂપિયાથી ૧૩૫ ટકા વધારે છે.

ગ્રે માર્કેટને ટ્રેક કરી રહેલા ડીલર્સે જણાવ્યું હતું કે, કંપનીના ફન્ડામેન્ટલ્સ દ્યણા જ મજબૂત છે તથા ગ્રોથ પણ દ્યણો જ મજબૂત છે. આ ઉપરાંત તેનું વેલ્યુએશન પણ યોગ્ય છે. અનલિસ્ટેડઅરેનાના કો-ફાઉન્ડર અભય દોષીએ જણાવ્યું હતું કે, ઈસ્યુ થોડો નાનો છે અને તેને જોરદાર સબસ્ક્રિપ્શન મળ્યું છે. કંપની પાસે રોકાણકારોને આપવા માટે દ્યણું છે. કંપનીનો ગ્રોથ સાતત્યપૂર્ણ રહ્યો છે. શરૂઆતના થોડા દિવસોમાં આ સ્ટોક સર્કિટથી સર્કિટ મૂવ કરશે.

નોંધનીય છે કે દિવાળી બાદ સ્ટોક માર્કેટમાં દ્યણા આઈપીઓ આવ્યા છે. જેમાં નાયકાનું અપેક્ષા પ્રમાણે ધમાકેદાર લિસ્ટિંગ થયું હતું અને તેણે પ્રથમ દિવસે જ રોકાણકારોના નાણા ડબલ કરી દીધા હતા. બીજા દિવસે પણ તેના શેરમાં તેજી જોવા મળી હતી. જોકે, દેશના સૌથી મોટા પેટીએમ આઈપીઓ માટે રોકાણકારોએ વધારે ઉત્સુકતા દેખાડી નથી.

(3:20 pm IST)