Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

દુબઇની ફાઇવસ્ટાર હોટલમાં પૂ. જલારામબાપાની જન્મ જયંતિની શ્રધ્ધાભેર ઉજવણી

રાજકોટ : સંત શીરોમણી પૂ. જલારામબાપાની ૨૨૨ મી જન્મ જયંતિની દુબઇ સ્થિત ફાઇવસ્ટાર હોટલ ગ્રાન્ડ એકસીલેસર ખાતે શ્રધ્ધાભેર ઉજવવામાં આવી હતી. બહેનોએ ખાસ મહેનત કરી તૈયાર કરેલ અન્નકોટ ધરાવવામાં આવ્યો હતો. બહેનો અને ભજન મંડળીએ બાપાના ભજનોની રમઝટ બોલાવી વાતાવરણ ભકિતમય બનાવી દીધુ હતુ. ૩૫૦ થી વધુ ભાવિક ભકતોએ સામુહિક આરતીનો લાભ લીધો હતો. સમગ્ર મહોત્સવ યાદગાર બની રહેલ.

(2:55 pm IST)