Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

મારી લાડકી તું... કિર્તીદાનનું ગીત સાંભળી અમેરિકાના ડેલાવરના ડેપ્યુટી ગર્વનર થયા મંત્રમુગ્ધ

રાજકોટઃ ગુજરાતી લોકગાયક નવરાત્રી પૂર્વ થી અમેરિકાની ધરતી પર છે ત્યારે ગુજરાતી ગરબા લોકસંગીત અને લોક સાહિત્યમાં વિદેશ માં વસતા ગુજરાતીઓને ડોલાવી રહ્યા છે ત્યારે કિર્તીદાન ગઢવીની કીર્તિમાં વધુ એક કીર્તિ વિદેશની ભૂમિ પર પ્રસરી છે જેમાં અમેરિકાના ડેલાવરના ડેપ્યુટી ગવર્નર એ કીર્તિદાનને ખાસ એવોર્ડ અપર્ણ કર્યો છે.

USAમાં ૨૫જેટલા શો પૂર્ણ કરનાર ગુજરાતી લોક ગાયક કિર્તીદાન ગઢવી બે દિવસ પૂર્વે ડેલાવરના ડેપ્યુટી ગવર્નરબેથની હોલની આ મુલાકાત સમયે દેશ વિદેશના લોકો જે સોંગ થી કીર્તિદાનની એક અલગ જ ખ્યાતિ થઇ છે તે સોંગ વિશે પહેલા અંગ્રેજીમાં વિસ્તૃત સમજણ આપી હતી ત્યારબાદ  કીર્તિદાન એ ડેપ્યુટી ગર્વનર સમક્ષ  કીર્તિદાને  લાડલીનું ફેમસ સોંગ રજૂ થતા ડેપ્યુટી ગવર્નર આ સોંગ સાભળી મંત્રમુગ્ધ થયા હતા.

(2:55 pm IST)