Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

શહિદ-એ-આઝમ ભગતસિંહના ગામમાં કણ કણમાં ગૂંજી રહ્યું છે ઈન્કલાબ ઝીંદાબાદ

દર વર્ષે ૧ લાખ લોકો શહિદ ભગતસિંહના ઘરના ઉંબરે નમાવે છે મસ્તક

 નવી દિલ્હીઃ દેશના ગર્વ અને ગોરવ શહિદ-એ-આઝમ ભગતસિંહના ઘરના ઉંબરે દર વર્ષે લગભગ ૧ લાખ લોકો આવે છે. અને તેઓ ગામની માટીને માથા પર લગાવી ઘરે લઈ જાય છે. આ ગામના કણ કણમાં ગુંજે છે ઈંકલાબ ઝીંદાબાદ, ઈંકલાબ ઝીંદાબાદ. ગૌરવની આ વાતનો પણ કરો કે શહિદ-એ-આઝમે જે પિસ્તોલથી જોન સાંડર્સ પર ગોળી ચલાવી હતી તે પિસ્તોલ પણ ભગતસિંહ મ્યૂઝિયમમાં આવી ચૂકી છે. અને હૈટથી લઈને તેમના લખેલા પત્રો વાંચતા હિન્દુસ્તાનના ખૂણે ખૂણેથી આવતા હજારો લોકોને ગર્વ અનુભવ થાય છે. અને સૂકુન મળે છે કે શહિદનું ગામ તીર્થસ્થળથી ઓછું નથી.

નસીબદાર ઉંબરાનો પત્થર

શહિદ ભગતસિંહના પરીવારને અમરકૌર કહે છે કે તેઓ મારા પિતાના મોટા ભાઈ હતા. તેમને પૂછવા પર કે કોણ લોકો આવે છે આંખો ભરતા બોલે છે કે, શુક્રિયા હિન્દુસ્તાન, અગણિત. લગભગ ૭૦ વર્ષના અમરકૌરની મુઠ્ઠીઓ બંધ થઈ ગઈ અને બોલ્યા ઈન્કલાબ ઝીંદાબાદ. ઘરની પાસે લખ્યું છે કે, શહિદ ભગતસિંહનું ઘર એક રાષ્ટ્રીય સ્મારક. જેમાં નાનું પ્રવેશ દ્વાર છે જેમના ઉંબરે કેટલાક લોકોએ તેમના મસ્તક આજ સુધી નમાવ્યા છે. 

જીવતું જાગતું મ્યૂઝીયમ

મ્યૂઝીયમ ગામમાં જ બનેલું છે જ્યાં તેમના જીવન સાથે સંકળાયેલ જાણકારી, બ્રિટીશ અધિકારીને મારવાના જીવંત દ્રશ્ય છે. અહીં સંભળાવવામાં આવે છે કે, ભગતસિંહની માતાનો સાક્ષાત્કાર, જેમના શબ્દો... જેલમાં છેલ્લી વખત મળ્યા ત્યારે તેણે મને કહ્યું હતું કે, તમે રડતા નહીં લોકો શું કહેશે કે, ભગતસિંહની માતા રડી રહી છે.

યાદો સાથે સંકળાયેલ સામાન

આંગણામાં કુવો છે, ચાર રૂમના મકાનમાં ભગતસિંહ અને તેમના માતાના જીવન સાથે સંકળાયેલ સામાન રાખવામાં આવ્યો છે. ખાટલો, લોટ પીસવા માટેની પત્થરની ચક્કી, વાસણ અને અન્ય સામગ્રી.  

(2:54 pm IST)