Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

પાંચ રાજયોની વિધાનસભાની ચુંટણીઃ વિવિધ પક્ષો ખાનગી એજન્સી પાસેથી સર્વે કરાવી રહી છે

હાલના ધારાસભ્યો અને વિનીંગ ફેકટરની થઇ રહી છે ખાનગી રાહે તપાસ

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભાની  ચૂંટણી થવાની છે. આ રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓને લઈને ભાજપા સજાગ થઈ ગઈ છે. એક સર્વે દ્વારા પાર્ટીએ માત્ર  પોતાની આંતરીક સ્થિતિ અંગે જાણકારી મેળવી રહી છે. તેમજ હાલના ધારાસભ્યોે અને નવા સંભવિત ઉમેદવારોના વિનિંગ ફેકટર અંગે પણ જાણકારી મેળવી રહ્યા છે.

પાંચ રાજ્યોમાં બે થી ત્રણ એજન્સિઓને પાર્ટીએ સર્વેના કાર્યેમાં લગાવી છે. આ જાણકારી પાર્ટી સૂત્રોએ આપી છે. પાર્ટીના સૂત્રો અનુસાર, વિધાનસભા ચૂંટણીમાં જૂના ચહેરા પણ રિપીટ થશે. અથવા તો નવા ચહેરાને પણ ચાન્સ મળશે. આ અંગે સર્વે એજન્સિની રિપોર્ટની મહત્વની ભૂમિકા હશે. પોતાના અંગે રિપોર્ટમાં સારી જાણકારી મળશે. તેની ચિંતા માત્ર વિધાયકોને જ નહીં પરંતુ ભાવી ઉમ્મેદવારોને પણ છે. પારદર્શિતાને ધ્યાનમાં રાખી પાર્ટી ખાનગી રૂપથી આ સર્વે કરી રહી છે.

યુપીમાં ત્રણ એજન્સીઓ લઈ રહી છે ફીડબેક

પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, યુપીમાં લગભગ ત્રણ એજન્સીઓ સર્વે કરી રહી છે. તમામ ૪૦૩ વિધાનસભા ક્ષેત્રોમાં રાજકીય માહોલને પારખવામાં આવી રહ્યો છે. પાર્ટીના હાલના વિધાયકો અંગે જનતા પાસેથી ફીડબેક લેવામાં આવી રહ્યો છે. એજન્સિઓ, વિધાયકોથી સંતુષ્ટ છે કે અસંતુષ્ટ થવાના કારણો જનતાને પુછી રહી છે. નવા સંભવિત દાવેદારોની ક્ષમતાઓ અંગે લોકો સાથે વાત કરવામાં આવી રહી છે. તેમના ક્ષેત્રમાં કેટલી પકડ છે. તેની તપાસ કરી રહી છે. વિધાનસભા ક્ષેત્રોના સ્થાનિક મુદ્દાઓની પણ રિપોર્ટ તૈયાર કરી રહી છે. 

(2:54 pm IST)