Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

પોતાના ચરખાદાવથી મશહૂર થયા હતા મુલાયમસિંહ

યુપીના એવા મુખ્યમંત્રી, જેના દાવમાંથી બહાર આવવામાં ભાજપાને લાગ્યા હતા ૧૪ વર્ષ

લખનૌઃ યુપીના બધા રાજકીય પક્ષો ૨૦૨૨ની વિધાનસભાની ચુંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. તો સત્તામાં સંપૂર્ણ બહુમતિ સાથે આવેલ ભાજપા પણ અત્યારે પ્રચારમાં લાગી ગયેલ છે. ત્યારે પ્રસ્તુત છે એક એવા મુખ્યમંત્રીની વાત જેના દાવમાંથી બહાર આવવામાં ભાજપાને પુરા ૧૪ વર્ષ લાગ્યા હતા. જે સક્રિય રાજકારણમાં હતા ત્યાં સુધી કયારેય ભાજપાનું એક છત્ર રાજ નહોતું બની શકયું. જેને આજે પણ લોકો ચરખા દાવના મહારથી નેતાજીના નામે બોલાવે છે.

યુપીના નાનકડો જીલ્લો ઇરાવા જેને કોતરોની બોર્ડર પણ કહેવાય છે અહીંથી ડાકુઓનો વિસ્તાર શરૂ થાય છે. આવા જીલ્લાના સૈફઇ તાલુકામાં મુલાયમસિંહનો જન્મ ૨૨ નવેમ્બર ૧૯૩૯માં થયો હતો. સૈફઇમાંથી જ રાજકારણની શરૂઆત કરનાર નેતાજીએ આ શાસ્ત્રને શસ્ત્ર બનાવી લીધું અને રાજનીતિશાસ્ત્રમાં માસ્ટર ડીગ્રી મેળવી ૧૯૬૭ સુધી મુલાયમ સિંહ લોકોમાં શિક્ષક તરીકે જ પ્રખ્યાત હતા. પણ શિક્ષકો માટે અવાજ ઉઠાવવાની સાથે સાથે તે યુવાઓમાં પણ એટલા વિખ્યાત થઇ ગયા કે જયારે પણ કોઇ કાર્યક્રમ હોય તો તેમને ભાષણ માટે બોલાવાતા હતા.

૨૦૦૨માં ભાજપા અને બસપા વચ્ચે ભંગાણ પછી કેટલાય મહિનાઓ સુધી યુપીમાં રાષ્ટ્રપતિ શાસન રહ્યું ત્યાર પછી જયારે ચુંટણી થઇ તો ચરખા દાવથી વિખ્યાત થયેલ મુલાયમસિંહ યાદવે ૧૯૬ બેઠકો જીતનાર ભાજપાને ફકત ૬૯ બેઠક પર લાવી દીધી. તો તત્કાલિન મુખ્યપ્રધાન રાજનાથસિંહ પોતે પણ પેટાચુંટણીમાં હારી ગયા હતા. મુલાયમસિંહ ભાજપા અને બસપા ધારાસભ્યોને તોડીને પોતાની સાથે લાવવામાં સફળ રહ્યા. જેમાં કોંગ્રેસ, આરએલડી, અપક્ષની સાથે સાથે બસપા ધારાસભ્યોને તોડીને ૨૯ ઓગષ્ટ ૨૦૦૩ના દિવસે મુલાયમસિંહ યાદવ મુખ્યપ્રધાન બન્યા હતા.

(2:53 pm IST)