Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

જળવાયુ સંરક્ષણ માટે નકકર યોજના આપો અને જીતો ૭૪ર કરોડ !!!

એકસપ્રાઇઝ કાર્બન રીમુવલ ચેલેન્જ પ્રતિયોગીતા : એલન મસ્ક ફાઉન્ડેશન ઇનામના સ્પોન્સર

જળવાયુ પરિવર્તનના પડકારો સામે લડવા અને પૃથ્વીના કાર્બન ચક્રને ફરીથી સંતુલિત કરવાના ઉદ્દેશથી શરૂ થયેલ અમેરિકન સંગઠન એકસપ્રાઇઝની કાર્બન રીમુવલ ચેલેન્જ પ્રતિયોગીતામાં વિજેતાઓને ૧૦૦ મીલીયન ડોલર (લગભગ ૭૪ર કરોડ રૂપિયા)ની પુરસ્કાર રાશી જીતવાની તક મળશે. આ આંતરરાષ્ટ્રીય પ્રતિયોગીતામાં સ્પર્ધકોએ જળવાયુ સંરક્ષણની નકકર યોજના આપવાની રહેશે. પુરસ્કાર રાશી દુનિયાના સૌથી અમીર વ્યકિત એલન મસ્કના મસ્ક ફાઉન્ડેશન તરફથી આપવામાં આવશે.

પ્રતિયોગીતા શરૂ થયાના એક વર્ષ પછી નિર્ણાયકો અરજીઓની સમિક્ષા કરશે. તેમાં ૧-૧ મીલીયન ડોલરના ૧પ માઇલ સ્ટોન એવોર્ડ અપાશે. રર એપ્રિલ ર૦રર ના રોજ ૧પ મીલીયન ડોલરના માઇલ સ્ટોન પુરસ્કારો અને રર એપ્રિલ ર૦રપના દિવસે ૮૦ મીલીયન ડોલરના મુખ્ય પુસ્કારની જાહેરાત કરવામાં આવશે.

૪ વર્ષની મુદતની આ પ્રતિયોગીતામાં વિશ્વના કોઇપણ ખૂણેથી સંશોધક અથવા ટીમો ભાગ લઇ શકે છે જે વાયુ મંડળ અને મહાસાગરોની પુરસ્કાર જીતવા માટે ટીમોએ દર વર્ષે ઓછામાં ઓછો ૧ હજાર ટન કાર્બન હટાવવા માટેનું રચનાત્મક હલ પ્રદર્શિત કરવાનું રહેશે જે આગળ વધીને ૧૦ લાખ ટન અને પછી ગીગાટન સુધી કાર્બન હટાવવામાં સક્ષમ હોય. હંગામી અથવા અલ્પકાલિન ઉપાયોને પ્રતિયોગીતામાં સામેલ નહીં કરાય.

કોણ લઇ શકશે ભાગ

કયુબા, ઇરાન, ઉત્તર કોરિયા, સીરીયા અને યુક્રેનના ક્રિમીયા વિસ્તાર સિવાયના વિશ્વના દરેક દેશ અથવા ખંડના નાગરિકો આ પ્રતિયોગીતામાં ભાગ લઇ શકશે.

રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું

રર એપ્રિલ ર૦ર૧ થી પ્રતિયોગીતા માટેનું રજીસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે. તેમાં શિક્ષણશાસ્ત્રી, ઉદ્યોગકારો, સંશોધકો વગેરે ટીમ બનાવી શકે છે. રજીસ્ટ્રેશન માટે એકાઉન્૭ બનાવીને રપ૦ ડોલર ફી ભરવી પડશે. ફી અને ભાગ લેવા માટેની વિસ્તૃત અને ઓફીશ્યલ માહિતી કયુ આર કોડ દ્વારા એકસપ્રાઇઝની વેબસાઇટ પર મળશે.

(2:52 pm IST)