Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

દિલ્હી વાયુ પ્રદૂષણ : ઓડ-ઇવન સિસ્ટમ, ટ્રકના પ્રવેશ પર પ્રતિબંધ ,કચરો સળગાવે તેને દંડ ,સહિતના પગલાં લેવા કેન્દ્ર સરકારનું સૂચન : લોકડાઉન એ વધુ પડતું કડક પગલું ગણાશે : મંગળવાર સાંજ સુધીમાં એક્શન પ્લાન રજૂ કરવા એક્ઝિક્યુટિવ કમિટીને સુપ્રીમ કોર્ટનો આદેશ : આગામી સુનાવણી બુધવારે

ન્યુદિલ્હી :  દિલ્હી વાયુ પ્રદૂષણ 17 વર્ષીય સ્ટુડન્ટ આદિત્ય દુબેની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે પ્રદુષણ ઘટાડવા માટે વિવિધ સૂચનો કર્યા હતા. જે મુજબ વાહનોની અવરજવર માટે ઓડ-ઈવન યોજના ,રાજધાનીમાં ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ , બાંધકામ સ્થળ પર ધૂળ નિયંત્રણના પગલાં લેવા, હોસ્પિટલો સિવાય જ્યાં જરૂર ન હોય ત્યાં ડીઝલ જનરેટ કરતા સેટ બંધ કરવા, શ્વસન સંબંધી સમસ્યાઓ ધરાવતા લોકોએ બહાર નીકળવાનું ટાળવું સહિતના પગલાં લેવા સૂચન કર્યું હતું.

કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCR) માં વાયુ પ્રદૂષણને કાબૂમાં લેવા માટે લોકડાઉન સૌથી કડક પગલું હશે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમના અને ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ અને સૂર્યકાંતની બનેલી વિશેષ બેંચ રાજધાનીમાં વાયુ પ્રદૂષણના વધતા સ્તર અંગે દિલ્હીના 17 વર્ષીય વિદ્યાર્થી આદિત્ય દુબેની અરજી પર સુનાવણી કરી રહી હતી.

ત્યારપછી સુપ્રીમ કોર્ટે એક્ઝિક્યુટિવ કમિટીને મંગળવાર સાંજ સુધીમાં કેવી રીતે એક્શન પ્લાન લાગુ કરી શકાય તે નક્કી કરવા જણાવ્યું હતું.  કયા ઉદ્યોગોને રોકી શકાય છે, કયા વાહનોને ચાલતા અટકાવી શકાય છે અને કયા પાવર પ્લાન્ટને રોકી શકાય છે અને ત્યાં સુધીમાં તમે વૈકલ્પિક પાવર કેવી રીતે પ્રદાન કરી શકો છો તે બાબતે સૂચનો કરવા CJI રમણાએ સૂચના આપી હતી.  બુધવારે આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવશે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(12:47 pm IST)