Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ઘરેલુ એરલાઇન્સ ગો ફર્સ્ટની ડોમેસ્ટિક નેટવર્કને વધારવા વધુ 32 ફ્લાઇટ શરુ કરવાની જાહેરાત

ઘરેલુ નેટવર્કમાં અમૃતસર, સુરત, દહેરાદુન અને આઇજોલ પણ સામેલ કર્યું : દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, કોલકાતા અને ગુવાહાટી માટે ડાયરેક્ટ ફ્લાઇટ સાથે જોડશે : મેટ્રો અને ટીયર-1 શહેર વચ્ચે કનેક્ટિવિટી વધશે

નવી દિલ્હી :  હવાઈ સફર કરવા વાળા માટે સારી ખબર છે. ઘરેલુ એરલાઇન્સ ગો ફર્સ્ટે ડોમેસ્ટિક નેટવર્કને વધારતા 32 નવી ફ્લાઇટ શરુ કરવાની ઘોષણા કરી છે.એરલાઇન્સ કંપનીએ પોતાના ઘરેલુ નેટવર્કમાં અમૃતસર, સુરત, દહેરાદુન અને આઇજોલ પણ સામેલ કર્યું છે.

આ ઘોષણા હેઠળ આ એરપોર્ટને દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, કોલકાતા અને ગુવાહાટી માટે ડાયરેક્ટ ફ્લાઇટ સાથે જોડવામાં આવશે. એનાથી ક્ષેત્રીય સંપર્ક સીધો બંધાશે. નવી ડેસ્ટિનેશન સાથે જોડાવાથી ગો ફર્સ્ટની મજબૂત નેટવર્ક કેપેસીટીથી મેટ્રો અને ટીયર-1 શહેર વચ્ચે કનેક્ટિવિટી વધશે. એટલે હવે પેસેંજર્સ પાસે હવાઈ યાત્રા માટે એક્સ્ટ્રા ઓપ્શન હશે.

 

ગો ફર્સ્ટની આ જાહેરાત સાથે, અમૃતસરથી મુંબઈ (2 વખત દૈનિક), દિલ્હી (3 વખત દૈનિક) અને શ્રીનગર (1 વખત દૈનિક) કનેક્ટિવિટી ઉમેરવામાં આવશે.

બેંગ્લોર, જમ્મુ, પટના, વારાણસી, લખનૌ, માલદીવ, ગોવા, રાંચી, કોચીન, નાગપુર, જયપુર અને ચેન્નાઈને મુંબઈ અને દિલ્હી સાથે જોડવામાં આવશે.

સુરતને હૈદરાબાદ, સિલીગુડી, પટના, શ્રીનગર, ગુવાહાટી, જમ્મુ, માલદીવ, લખનૌ અને રાંચી સાથે પણ જોડવામાં આવશે.

આ શહેરો બેંગલુરુ (1 વખત દૈનિક), દિલ્હી (2 વખત દૈનિક) અને કોલકાતા (1 વખત દૈનિક) દ્વારા જોડવામાં આવશે.

દેહરાદૂનનું અમદાવાદ, જયપુર, લખનૌ, ચેન્નાઈ, બેંગલુરુ, કોલકાતા, રાંચી, પટના, વારાણસી અને ગોવા સાથે પણ સીધું જોડાણ હશે.

આ સાથે, મુંબઈ (રોજની 1 વખત), દિલ્હી (દૈનિક 2 વખત) સાથે જોડાઈ જશે

(12:38 pm IST)