Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

વાયુ પ્રદૂષણ : દિલ્હીમાં સંપૂર્ણ લોકડાઉન લગાડવા તૈયાર

દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં રજુ કર્યો જવાબ : આખા એનસીઆરમાં પણ લાગુ કરવામાં આવે લોકડાઉન

નવી દિલ્હી તા. ૧૫ : દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે દિલ્હીમાં ટોટલ લોકડાઉન લગાડવા તૈયાર છીએ પરંતુ તે ત્યારે શકય બને કે જયારે આખા NCRમાં લાગુ પાડવામાં આવે.

વાયુ પ્રદૂષણના મુદ્દે સુપ્રીમમાં એફિડેવિડ દાખલ કરવા દિલ્હી સરકારે જણાવ્યું કે દિલ્હી સરકાર વાયુપ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ટોટલ લોકડાઉન લગાડવા તૈયાર છે પરંતુ ટોટલ લોકડાઉન ત્યારે કારગર નીવડે કે જયારે તેને સમગ્ર એનસીઆ વિસ્તારમાં લાગુ પાડવામાં આવે. દિલ્હીનો જટિલ આકાર જોતા લોકડાઉનની વાયુપ્રદૂષણ પર નહિવત અસર થશે.ઙ્ગ

દિલ્હીની વાયુ ગુણવત્તામાં સામાન્ય સુધારો થયો છે. જો કે આ હજું પણ બહું ખરાબ કેટેગરીમાં છે. આની વચ્ચે ફરી આજે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થવાની છે. જયાં દિલ્હી સરકાર તરફથી શકય લોકડાઉનનો પ્રસ્તાવ રાખવામાં આવી શકે છે.ઙ્ગ

રવિવારે દિલ્હીની એર કવોલિટી ઈન્ડેકસ (AQI) ૩૩૦ નોંધવામાં આવી હતી. જે એક દિવસ પહેલા એટલે કે શનિવારે ૪૩૭ હતી. શુક્રવારે AQI ૪૭૧ હતી. જે આ વાતાવરણનું સૌથી ખરાબ સ્તરનો AQI હતો. ઙ્ગત્યારે હરિયાણા અને પંજાબમાં આગ લાગવાની ઘટનાઓ ઓછી થઈ છે. દિલ્હીથી અડીને ગાજિયાબાદ, ગુરૂગ્રામ, નોઈડા, ફરીદાબાદ, ગ્રેટર નોઈડાના AQIની વાત કરીએ તો આ ક્રમશઃ ૩૩૧, ૨૮૧, ૩૨૧, ૨૯૮, ૩૧૦ નોંધવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટને દિલ્હીના પ્રદૂષણની સ્થિતિ પર ચિંતા વ્યકત કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ચિંતાજનક સ્થિતિ છે . આ જ ઙ્ગકારણે દિલ્હીની હવાની સ્થિતિ ખરાબ થઈ છે. દિલ્હી સરકારે પહેલા સ્કૂલ અને કોલેજ બંધ કરી દેવાનું એલાન કર્યુ છે. ફકત તે જ સ્કૂલ રહેશે જેમની સોમવારે પરીક્ષા થવાની છે. દિલ્હીમાં તમામ ઓફિસ, સ્વાયત્ત સંસ્થાઓને પણ વર્ક ફ્રોમ હોમ હેઠળ કામ કરવાનું કહ્યું છે. જો કે જરુરી સેવાઓ સાથે જોડાયેલા લોકો આ દાયરામાં નથી આવતા.

(12:09 pm IST)