Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

લોકડાઉનની ચર્ચા વચ્ચે દિલ્હીની હવામાં નજીવો સુધારો : પ્રદૂષણ અંગે આજે ફરી સુપ્રીમ કોર્ટમાં સુનવણી

નવી દિલ્હી તા. ૧૫ : રાજધાની દિલ્હીની વાયુ ગુણવત્તામાં સામાન્ય સુધારો થયો છે. જો કે આ હજું પણ બહું ખરાબ કેટેગરીમાં છે. આની વચ્ચે ફરી આજે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થવાની છે. જયાં દિલ્હી સરકાર તરફથી શકય લોકડાઉનનો પ્રસ્તાવ રાખવામાં આવી શકે છે.ઙ્ગ

રવિવારે દિલ્હીની એર કવોલિટી ઈન્ડેકસ (AQI) ૩૩૦ નોંધાયેલ. જે એક દિવસ પહેલા એટલે કે શનિવારે ૪૩૭ હતો. શુક્રવારે AQI ૪૭૧ હતો. જે આ વાતાવરણનું સૌથી ખરાબ સ્તરનો AQI હતો.ઙ્ગ ત્યારે હરિયાણા અને પંજાબમાં આગ લાગવાની ઘટનાઓ ઓછી થઈ છે. દિલ્હીથી અડીને ગાજિયાબાદ, ગુરૂગ્રામ, નોઈડા, ફરીદાબાદ, ગ્રેટર નોઈડાના AQIની વાત કરીએ તો આ ક્રમશઃ ૩૩૧, ૨૮૧, ૩૨૧, ૨૯૮, ૩૧૦ નોંધવામાં આવ્યો છે.

ત્યારે શનિવારે સુપ્રીમ કોર્ટને દિલ્હીના પ્રદૂષણની સ્થિતિ પર ચિંતા વ્યકત કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ચિંતાજનક સ્થિતિ છે . આ જઙ્ગ કારણે દિલ્હીની હવાની સ્થિતિ ખરાબ થઈ છે. દિલ્હી સરકારે પહેલા સ્કૂલ અને કોલેજ બંધ કરી દેવાનું એલાન કર્યુ છે. ફકત તે જ સ્કૂલ રહેશે જેમની સોમવારે પરીક્ષા થવાની છે. દિલ્હીમાં તમામ ઓફિસ, સ્વાયત્ત્। સંસ્થાઓને પણ વર્ક ફ્રોમ હોમ હેઠળ કામ કરવાનું કહ્યું છે. જો કે જરુરી સેવાઓ સાથે જોડાયેલા લોકો આ દાયરામાં નથી આવતા.

સુપ્રીમ કોર્ટે ત્યાં સુધી કહી દીધું કે શકય હોય તો બે દિવસનું લોકડાઉન લગાવી દો. આજે ફરી આ મુદ્દા પર સુનવણી છે. દિલ્હી સરકાર પોતાનો પ્રસ્તાવ કોર્ટની સામે રાખશે જે બાદ લોકડાઉન પર પણ નિર્ણય શકય છે.

(11:17 am IST)