Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

જીતનો જશ્નઃ કાંગારૂઓએ બૂટમાં બીયર પીધો

લાંબા સમય બાદ ટી-૨૦ વર્લ્ડકપ ચેમ્પિયન બન્યા બાદ ઓસ્ટ્રેલીયન ખેલાડીઓએ ડ્રેસીંગરૂમમાં જીતની ઉજવણી કરી

દુબઈઃ ૫૦ ઓવરના વન-ડે વર્લ્ડકપમાં પાંચ વખત ચેમ્પિયન ઓસ્ટ્રેલીયા ટી-૨૦ વર્લ્ડકપમાં ૧૪ વર્ષ બાદ પ્રથમ વખત ચેમ્પિયન બન્યું છે.

હવે જીત મોટી છે તો સ્વાભાવિક છે કે ઉજવણી પણ મોટી થશે. ઓસ્ટ્રેલિયન ટીમે ટી-૨૦ વર્લ્ડકપની જીતની ડ્રેસિંગ રૂમમાં ઉજવણી કરી હતી. ખુશીના  કારણે ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં શૂઝ સાથે જામનો આનંદ લેતા જોવા મળ્યા હતા.

આઈસીસીએ તેના ટ્વિટર હેન્ડલ પર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ડ્રેસિંગરૂમમાં બૂટમાં સાથે બિયર પીતા જોવા મળે છે. આ વીડિયોમાં ખેલાડીઓ તેમના બૂટ ઉતારે છે અને પછી તેમાં બિયર નાખીને પીતા હોય છે. આ સેલિબ્રેશન ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ સહિત ઓસ્ટ્રેલિયન ટીમના ઘણા ખેલાડીઓ જોવા મળ્યા હતા.

ઉજવણી આ રીતે વ્યકત કરવાની આ પધ્ધતિ નવી નથી. તેને ઓસ્ટ્રેલિયન ફોર્મ્યુલા વન રેસર ડેનિયલ રિકિયાર્ડોએ પ્રખ્યાત બનાવ્યું છે. હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ પણ તેની ફેમસ સેલિબ્રેટ કરવાનો પ્રયાસ કરે છે.

(11:16 am IST)