Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

બુધવારથી વાતાવરણ અસ્‍થિર બનશેઃ માવઠાની સંભાવના

મહારાષ્‍ટ્ર- ગોવાના દરિયાકિનારા નજીક મજબૂત સિસ્‍ટમ્‍સ લો- પ્રેસરમાં પરિવર્તીત થશે : તા.૧૭ થી ૨૦ (બુધથી શનિ) નવેમ્‍બર સમગ્રગુજરાતના વાતાવરણમાં બદલાવ જોવા મળશેઃ છુટાછવાયા વિસ્‍તારોમાં બદલાવ જોવામ મળશેઃ છુટાછવાયા વિસ્‍તારોમાં વાદળો છવાશે, છાંટાછુટી- ઝાપટા કે વરસાદની શકયતાઃ ગુરૂવારથી ગુલાબી ઠંડીમાં ઘટાડો આવશે : ગોવાનું વહીવટીતંત્ર હાઈએલર્ટ ઉપરઃ ઘટાટોપ વાદળાઓ છવાયાઃ આગામી થોડા દિવસો સુધી અતિ ભારે વરસાદની આગાહી

રાજકોટઃ ગતરાતથી ઈન્‍સેટ તસવીરમાં ગોવા અને કર્ણાટકના દરિયા કાંઠે ભારે વાદળો છવાયા છે. હવામાન ખાતાની આગાહી મુજબ આવતા થોડા દિવસો સુધી ગોવા ઉપર અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. દરમિયાન ગોવાનું વહીવટીતંત્ર એલર્ટ ઉપર આવી ગયું છે.
રાજકોટ, તા.૧૫: હાલમાં વ્‍હેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઘર, ઓફિસ, દુકાનોમાં પંખા, એ.સી. ધીમા ફરવા લાગ્‍યા છે. દરમિયાન આ સપ્‍તાહમાં સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પલ્‍ટો આવશે. તા.૧૭ થી ૨૦ નવેમ્‍બર (બુધ થી શનિ) સુધી છાંટાછુટીથી માંડી ઝાપટા કે વરસાદની શકયતા હોવાનું વેધરની એક ખાનગી સંસ્‍થાએ ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે. આ સિસ્‍ટમ્‍સની અસરરૂપે આવતા ગુરૂવારથી હાલ જોવા મળતી ગુલાબી ઠંડીમાં પણ ઘટાડો જોવા મળશે.
વેધરની ખાનગી સંસ્‍થાના જણાવ્‍યા મુજબ ગત ૩૦ ઓકટોમ્‍બરની અપડેટમાં જણાવેલ કે અરબ સાગરની સિસ્‍ટમ અસર સ્‍વરૂપ તા.૪/૫ થી તા.૮/૯ નવેમ્‍બરમાં ફરી માવઠાની શકયતા દર્શાવેલ.
એ સમયમાં રાજ્‍યના વિસ્‍તારોમાં અવાર નવાર વાદળો છવાયેલ અને દિવ કોડીનારના એકલ દોકલ વિસ્‍તાર માં છાંટા છુંટી થયેલ.માવઠાની નજીવી આંશિક અસર જોવા મળેલ હતી.
 દરમિયાન એક અપર એર સાઇક્‍લોનિક સકર્યુલેશન દરીયા સપાટીથી ૩.૧ કિ.મી.ની ઉંચાઇ પર છવાયેલ છે.જે દક્ષિણપૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણપヘમિ બંગાળની ખાડી સુધી સક્રીય છે. આગામી બે દિવસ તે વિસ્‍તારમાં સક્રીય રહેશે. તેના અવશેષો અરબ સાગરમાં આવશે. તા.૧૬ની મોડી રાત કે તા.૧૭ના મહારાષ્‍ટ્ર ગોવાના દરીયા કિનારા નજીક લો પ્રેસરમાં ફેરવાશે વધુ મજબુત બનશે મુખ્‍યત્‍વે ઉતર ઉતર પヘમિ તરફ ગતિ કરશે. પુર્વ મધ્‍ય અરબ સાગર સુધી આવી શકે તેમ છે.તેની અસર સ્‍વરૂપ ફરી તા.૧૭ થી તા.૨૦ દરમ્‍યાન સમગ્ર ગુજરાતના વાતાવરણમાં બદલાવ જોવા મળશે.વાતાવરણમાં અસ્‍થિરતા સ્‍વરૂપ છુટા છવાયા વિસ્‍તારોમાં વાદળો છવાય, છાંટા છુંટી કે ઝાપટા કે વરસાદની  શકયતા છે.
દક્ષિણ આંદામાન સમુદ્ર લાગુ વિસ્‍તારમાં લો પ્રેસર છવાયેલ છે મુખ્‍યત્‍વે પヘમિ-ઉત્તરપヘમિ તરફ આગળ વધશે.જે તા.૧૫ સુધીમાં નોર્થ અંદામાન લાગુ દક્ષિણ પુર્વ બંગાળ ની ખાડીમાં આવીને વેલ માર્કેડ લો પ્રેસરમાં ફેરવાશે.પૂર્વ મધ્‍ય બંગાળની ખાડીમાં આવીને ડીપ્રેશનની માત્રા સુધી મજબુત થઇ શકે તેમ છે.બેક ટુ બેક સિસ્‍ટમના પ્રભાવ હેઠળ દક્ષિણ ભારતના રાજ્‍યોને અસર કરતુ ઉતર પુર્વનું ચોમાસુ જોરમાં છે.હજુ આગામી તા.૨૧ સુધી જોર માં જ રહેશે.
 હાલ કોઇ ભારે ઠંડી ના મોટા રાઉન્‍ડની શકયતા નથી.રાબેતા મુજબ સામાન્‍ય વધ ઘટ સાથે હાલ જેવો વહેલી સવાર મોડી રાતે સામાન્‍ય ગુલાબી ઠંડી નો માહોલ ચાલુ રહેશે. ગુરૂવારથી ગુલાબી ઠંડીમાં ઘટાડો જોવા મળશે.


 

(11:00 am IST)