Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૪૮

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

જુની આદતો
''જુની આદતો તમને ભૂતકાળમાં લઇ જાય છે.''
હાસ્યાસ્પદ જુની આદતો ઉપર હસો  હું તેની સાથે લડવા માટે નથી કહેતો જો તમે લડશો તો ચીંતા ઉત્પન્ન થશે હું ફકત હસવા માટે કહુ છું જયારે પણ તમે પોતાની જાતને જુની-આદત સાથે ભવીષ્યમાં જુઓ ત્યારે ફકત સરકીને તેની બહાર આવી જાવ, જેમ સાપ પોતાની જુની કાંચલીમાંથી સરકીને બહાર-આવી જાય છે લડાઇ કરવાની કોઇ જરૂર નથી લડાઇથી કયારેય સમાધાન મળતું નથી તે વધારે ગુંચવણ ઉત્પન્ન કરે છે. તેને સમજો તે કયારેય આવતીકાલે નહી આવે તે હમેશા આજ બનીને આવશે તેથી હમેશા વર્તમાનમા રહેતા શીખો.
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૬ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.  
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧


 

(10:18 am IST)