Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

૬૦ ટકા બાળકો નથી ભરી શકતા અોન લાઇન કલાસ

શહેરોમાં પણ ખરાબ સિગ્નલ અને ઇન્ટરનેટ સ્પીડની સમસ્યા

નવી દિલ્હી, તા.૧૫ઃ કોરોના સંક્રમણના કારણે લગભગ ૧૮ મહિનાથી શાળાઅો બંધ છે. આ શાળાઅોમાં વર્ચ્યુઅલ કલાસ સંચાલિત કરાઇ રહ્ના છે. ત્યારે ઍક રિપોર્ટ આ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારતમાં ૬૦ ટકાથી વધારે બાળકો ઇન્ટરેનટનો ઉપયોગ નથી કરી શકતા ત્યારે રિમોટ વિકલ્પ પર ચાલી રહેલી શાળાઅો અને શિક્ષણની વૈકલ્પિક વ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે.
અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન તરફથી કરવામાં આવેલ અભ્યાસમાં સામે આવ્્યું છે કે ૬૦ ટકા બાળકો વર્ચ્યુઅલ કલાસને ફકત ઍટલા માટે નથી જોઇ શકતા કે તેમની પાસે ઇન્ટરનેટની વ્્યવસ્થા નથી. વધુ ઍક અભ્યાસમાં સામે આવ્યું છે કે ગ્રામ્ય જ નહીં શહેરી વિસ્તારની શાળાઅોમાં પણ અડધાથી વધારે વાલીઅો ઇન્ટરનેટ સીગ્નલ અને સ્પીડ બાબતે ફરિયાદ કરે છે. આ ઉપરાંત મોબાઇલ ડેટાના ભારે ભરખમ ખર્ચા પણ તેમના માટે મુસીબત બનેલા છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે ફકત ૨૦ ટકા બાળકો જ ઍવા છે, જે આ મહામારીના સંપૂર્ણ કાળમાં સંપૂર્ણપણે અોનલાઇન કલાસ કરી શકે છે. તેમાંથી પણ ફકત અડધા બાળકો જ લાઇવ કલાસમાં જાડાઇ શકે છે.
રિપોર્ટમાં દાવો કરાયો છે કે ઇન્ટરનેટની સમસ્યાના કારણે લગભગ ૩૮ ટકા બાળકોઅો શાળા છોડી દીધી. સર્વેમાં કહેવાયું છે કે ૩૮ ટકા વાલીઅોઍ કહ્નાં કે અોનલાઇન કલાસ સાચી પધ્ધતિ નથી. તેમાં બાળક અોનલાઇન કલાસમાં ભણી શકે અને સમજી શકે તેવું નથી કે સમજી શકતું.(૨૩.૫)

(10:15 am IST)