Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

પ્રદૂષણ વધતાં એર પ્યુરિફાયરના વેચાણમાં તેજી

૫૦૦ કરોડથી વધુનું ટર્નઓવર

નવી દિલ્હી,તા. ૧૫ : દિવાળી પછી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર નોંધપાત્ર રીતે વધી ગયું છે. વધતા પ્રદૂષણ સ્તર વચ્ચે, રૂમ એર પ્યુરિફાયરના વેચાણમાં મોટો ઉછાળો આવ્યો છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પછી એર પ્યુરીફાયરનું વેચાણ વધી રહ્યું છે. આ દરમિયાન દેશમાં એર પ્યુરીફાયરનો બિઝનેસ ૫૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. દિલ્હી-એનસીઆર સહિત ઉત્ત્।ર ભારત આ ઉત્પાદનના કુલ વેચાણમાં ત્રણ-ચતુર્થાંશનું યોગદાન આપે છે.

આ સિઝનમાં નવા મોડલની રજૂઆત સાથે, એર પ્યુરિફાયર કંપનીઓ માત્ર ખરાબ હવાની ગુણવત્ત્।ાથી જ નહીં પરંતુ SARS-CoV-2 વાયરસના જોખમથી પણ રક્ષણ આપવાનો દાવો કરી રહી છે.

યુરેકા ફોર્બ્સના મેનેજિંગ ડાયરેકટર અને ચીફ એકિઝકયુટિવ ઓફિસર માર્જિન આર શ્રોફે જણાવ્યું હતું કે, 'અમને વિશ્વાસ છે કે અમારી નવી શ્રેણીની પ્રોડકટ્સ ૨૦૨૧ દરમિયાન નોંધપાત્ર બજાર હિસ્સો મેળવશે. વધુ મહત્ત્વની વાત એ છે કે આ દેશભરના હજારો ગ્રાહકોને સક્ષમ બનાવશે. પરિવારોને દ્યણી જરૂરી રાહત મળશે.

આંકડા આપ્યા વિના, તેમણે કહ્યું કે આ શ્રેણીમાં કંપનીના વેચાણમાં ગયા વર્ષની સરખામણીમાં ૩૦ ટકાનો વધારો થયો છે. કેન્ટ ROના સ્થાપક અને ચેરમેન મહેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે ગયા વર્ષની સરખામણીએ કંપનીએ આ સિઝનમાં વેચાણમાં પહેલેથી જ વધારો જોયો છે અને શિયાળાના અંત સુધી આ ગતિ ચાલુ રહેવાની અપેક્ષા રાખે છે.

(10:06 am IST)