Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

હરિયાણાનો પાડો સુલ્તાન અને યુવરાજ પછી બેંગ્લુરુના કૃષિ મેળામાં એક બળદ આકર્ષણનો વિષય બન્યો

કૃષ્ણા આખલાની કિંમત એક કરોડ રૂપિયા લગાવવામાં આવી

બેંગ્લોર, તા.૧૫: બળદની ઉંમર સાડા ત્રણ વર્ષ છે. કહેવામાં આવી રહ્યું છે કે તે હલ્લીકર નસ્લનો છે. આ નસ્લ તમામ પશુ જાતિઓની જનની છે. આ નસ્લના વીર્યની ખૂબ માંગ છે અને તે ખૂબ જ મોંદ્યા ભાવે વેચાય છે. આખલાના માલિક બોરેગૌડાએ જણાવ્યું કે તે તેના વીર્યનો એક ડોઝ ૧૦૦૦ રૂપિયામાં વેચે છે. એટલે કે જે વ્યકિત આ આખલો લેશે તેના ઘરે કરોડો રૂપિયાનો વરસાદ થશે. આ કારણે બળદની કિંમત ૧ કરોડ રૂપિયાથી વધુ માનવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે હરિયાણાના સુલ્તાન નામના પાડાની કિંમત ૨૧ કરોડ લગાવવામાં આવી હતી. જોકે હાર્ટ અટેકના કારણે તે પાડાનું મૃત્યુ થયું હતું. રાજસ્થાનના પુષ્કરમાં દર વર્ષે લાગતા પશુ મેળામાં એક આફ્રિકી ખેડૂતે 'સુલ્તાન'ની બોલી કરોડોમાં લગાવી હતી, તેમ છતાંય તેના માલિકે તેને વેચવાની ના પાડી હતી.

દરરોજ અંદાજે ૨૦ કિલો દૂધ અને ૧૦ કિલોની આસપાસ ફળ ખાતા યુવરાજ પાડાની કિંમત ૯ કરોડ રૂપિયા લગાવવામાં આવી હતી. કહેવામાં આવે છે કે આ નસ્લના પાડાના સીમેનની માર્કેટમાં ખૂબ જ માંગ છે. તેના સીમેનને ડાયલ્યૂટ કરી એક ડોઝમાંથી ૫૦૦ ડોઝ સુધી બનાવી શકાય છે. જયારે તેના એક ડોઝની કિંમત ૩૦૦ રૂપિયા સુધી છે. એટલે પાડાના એક વખતના વીર્યની કિંમત ૧.૫ લાખ રૂપિયા છે.

(10:04 am IST)