Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

લ્યો બોલો... શહેરો કરતા ગામડાઓમાં મોંઘવારી વધુ

ખાવાપીવાથી માંડીને રોજબરોજની ચીજવસ્તુઓ શહેરો કરતાં ગામડાઓમાં મોંઘી : ગ્રામિણ વિસ્તારોમાં મોંઘવારીનો દર ૪.૦૭ ટકા તો શહેરી વિસ્તારોમાં ૫.૦૪ ટકા

નવી દિલ્હી તા. ૧૫ : દેશમાં ઓકટોબર મહિનામાં મોંઘવારી ગામડાની સરખામણીમાં શહેરોમાં વધારે રહી છે. જો કે તેમ છતાં ગામડાઓમાં ઘણી જરૂરીયાતની વસ્તુઓના ભાવ શહેરોની સરખામણીમાં બહુ વધારે છે. તેમાં ખાવાપીવાની વસ્તુઓથી માંડીને રોજીંદા વપરાશની વસ્તુઓ પણ સામેલ છે. સાથે જ દેશના ઘણાં રાજ્યોમાં મોંઘવારી દર રાષ્ટ્રીય સરેરાશથી વધારે જોવા મળી રહ્યો છે.

આંકડાઓ અનુસાર દેશના ગ્રામ્ય વિસ્તારોનો મોંઘવારી દર ૪.૦૭ ટકા જ્યારે શહેરી ક્ષેત્રમાં ૫.૦૪ ટકા છે. જેમાં કેટલીક જરૂરી અને ખાણીપીણીની વસ્તુઓ જેમકે અનાજ, માંસ, મચ્છી, ઇંડા, તેલ અને ઘી, દાળ, ખાંડ, મસાલા અને કપડા, જૂતાના ભાવો ગયા વર્ષની સરખામણીમાં ઘણાં વધ્યા છે.

નિષ્ણાંતોનું માનવું છે કે મોંઘવારી સામાન્ય રીતે માંગ અને સપ્લાયના હિસાબે વધતી ઘટતી હોય છે પણ હવેના સમયમાં ટ્રાન્સપોર્ટેશન પણ ભાવવ ધારામાં યોગદાન આપે છે. ગ્રામ્ય વિસ્તારોમાં સામાન પહોંચાડવાનું શહેરી વિસ્તારો કરતા વધારે ખર્ચાળ બની જાય છે.

તાજા આંકડાઓ અનુસાર, ગયા વર્ષે ઓકટોબરની સરખામણીમાં આ વર્ષે ઉપભોકતા મૂલ્ય સૂચકાંક મોંઘવારી દર તો ઘટયો છે પણ સપ્ટેમ્બર મહિનાની સરખામણીમાં તેમાં વધારો જોવા મળ્યો છે. સપ્ટેમ્બરમાં ૪.૩૫ ટકાની સરખામણીમાં ઓકટોબરમાં મોંઘવારી દર ૪.૪૮ ટકા છે. ગયા વર્ષે આ આંકડો ૭.૬૧ ટકા હતો.(૨૧.૫)

રાજ્યવાર મોંઘવારી દર

 

 

દિલ્હી

૬.૧૫%

 

હરિયાણા

૫.૩૨%

 

ઉત્તરાખંડ

૪.૬૧%

 

બિહાર

૨.૨૪%

 

ઝારખંડ

૨.૬૮%

 

ઉત્તરપ્રદેશ

૪.૪૪%

 

ગ્રામ્ય વિરૂધ્ધ

 

 

શહેરી મોંઘવારી

 

 

વસ્તુ

ગ્રામ્ય

શહેરી

અનાજ

૦.૪૮%

૦.૨૭%

માંસ મચ્છી

૭.૪૨%

૬.૬૦%

ઇંડા

-૦.૮૭%

-૨.૨૦%

તેલ-ઘી

૩૬.૬૬%

૨૭.૯૦%

દાળ

૬.૦૩%

૪.૧૬%

ખાંડ

૫.૮૩%

૪.૫૨%

મસાલા

૫.૩૧%

૩.૨૮%

કપડા-જૂતા

૮.૨૩%

૬.૩૮%

(9:48 am IST)