Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

પેટ્રોલ ડીઝલ બાદ CNGના ભાવમાં થયેલો મોટો વધારો

સામાન્ય લોકો ફરી એકવાર મોંઘવારીથી ત્રસ્ત : દિલ્હીમાં CNG ની કિંમતમાં ૨.૨૮ રૂપિયાનો વધારો નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદમાં ૨.૫૬નો વધારો

નવી દિલ્હી, તા.૧૪ : સામાન્ય લોકો ફરી એકવાર મોંઘવારીથી ત્રસ્ત થયા છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે દિલ્હી NCR માં CNG ના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં CNG ની કિંમતમાં ૨.૨૮ રૂપિયાનો વધારો થયો છે. ત્યારે નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદમાં ૨.૫૬ રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા ૪૫ દિવસમાં સીએનજીના ભાવમાં ત્રીજી વખત વધારો થયો છે. આ વધેલા ભાવ બાદ દિલ્હી દ્ગઝ્રઇ ના લોકોના ખિસ્સા પર અસર થઈ છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે ટ્વીટ કરીને CNGના ભાવમાં વધારાની માહિતી આપી છે.

દિલ્હી-NCR માં હવે વધેલી કિંમતો અનુસાર ઝ્રદ્ગય્ મળશે. દિલ્હી-એનસીઆરમાં આ વધારા પછી સીએનજીનો દર ૫૨.૦૪ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે, જ્યારે નોઈડા, ગ્રેહર નોઈડા અને ગાઝિયાબાદમાં તે ૫૮.૫૮ રૂપિયા પ્રતિ કિલોના દરે મળશે. અગાઉ દિલ્હીમાં CNG ની કિંમત ૪૯.૭૬ રૂપિયા હતી, જ્યારે નોછઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં તે ૫૬.૦૨ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યો હતો. હવે આ વધારા બાદ હવે તમારે ઝ્રદ્ગય્ માટે ૫૨.૦૪ રૂપિયા પ્રતિ કિલો ચુકવવા પડશે.

તમને જણાવી દઇએ કે, ૧ ઓક્ટોબર પછી ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ ત્રીજી વખત ઝ્રદ્ગય્ ની કિંમતોમાં વધારો કર્યો છે. નોંધનીય છે કે અગાઉ ગયા મહિને ૧ અને ૧૩ ઓક્ટોબરના રોજ પણ કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો.

છેલ્લા ૪૫ દિવસમાં CNG દિલ્હીમાં કુલ ૬.૮૪ રૂપિયા પ્રતિ કિલો મોંઘો થયો છે. એટલે કે કિંમતોમાં ૧૫ ટકાથી વધુનો વધારો થયો છે. આ સાથે પેટ્રોલ અને ડીઝલ બાદ હવે સીએનજીએ પણ જનતાને રડાવી દીધી છે.

(12:00 am IST)