Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

કરી પત્તાના નામે Amazonથી થતી હતી ગાંજાની દાણચોરી

મામલામાં ૨ની ધરપકડ કરવામાં આવી :ગાંજાના આ કન્સાઈનમેન્ટને વિશાખાપટ્ટનથી ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોનના માધ્યમથી મંગાવાયું હતું

ભોપાલ, તા.૧૪ : ઓનલાઈન શોપિંગ વેબસાઈટ એમેઝોનના માધ્યમથી ગાંજાની મોટી દાણચોરી સામે આવી છે. પોલીસે આ મોટા રેકેટનો ખુલાસો કરતા ૨૦ કિલો ગાંજા સાથે બે લોકોની અટકાયત કરી છે. ગાંજાની દાણચોરી 'કરી પત્તાલ્લના નામ પર કરવામાં આવતી હતી. પોલીસે આપેલી જાણકારી મુજબ ગાંજાના આ કન્સાઈનમેન્ટને વિશાખાપટ્ટનથી ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોનના માધ્યમથી મધ્યપ્રદેશ મંગાવવામાં આવ્યું હતું. આરોપીઓએ શરૂઆતી પૂછપરછમાં જણાવ્યું કે છદ્બટ્ઠર્ડહના માધ્યમથી લગભગ ૧ ટન ગાંજાની દાણચોરી કરવામાં આવી છે.

ગાંજા સાથે પોલિસે જે બે લોકોની અટકાયત કરી છે, તેમાં એકની ઓળખ સૂરજ ઉર્ફ કલ્લૂ (ગ્વાલિયરના મોરારનો મૂળ નિવાસી) અને પિન્ટુ ઉર્ફ બિજેન્દ્ર સિંહ તોમર (ભિંડ જિલ્લામાં ઢાબા ચલાવતા) તરીકે થઈ છે. ૨૦ કિલો ગાંજાના આ કન્સાઈનમેન્ટને વિશાખાપટ્ટનમથી એમેઝોનના માધ્યમથી મંગાવવામાં આવ્યું હતું.

ભિંડ જિલ્લાના પોલિસ અધિકારી મનોજ કુમાર સિંહે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, પકડાયેલા લોકો સાથે પૂછપરછ કર્યા બાદ માલૂમ પડ્યું છે કે છેલ્લા ૪ મહિનાથી ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પરથી પ્રતિબંધિત માદક પદાર્થ મંગાવવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા ચાર મહિનામાં તેમના દ્વારા એક જ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લગભગ એક ટન ગાંજો મેળવવામાં આવ્યો છે. આરોપીઓએ છેલ્લા ચાર મહિના દરમ્યાન એક કરોડ દસ લાખ રૂપિયાની દાણચોરીને અંજામ આપ્યો છે.

બંને સાથે પૂછપરછ કર્યા બાદ તેમના એક સાથીને હરિદ્વાર (ઉત્તરાખંડ)થી પકડવામાં આવ્યો છે. પોલિસના જણાવ્યા મુજબ બાતમીદારથી સૂચના મળી હતી કે આરોપી સૂરજ ઉર્ફે કલ્લૂ પવૈયા એમેઝોન દ્વારા કરી પત્તાના ટેગથી આંધ્ર પ્રદેશથી માદક પદાર્થ ગાંજાની ડિલીવરી ગ્વાલિયર, ભોપાલ, કોટા, આગ્રા તેમજ અન્ય જિલ્લામાં કરવામાં આવતી હતી. તેમાં એમેઝોનની ૬૬.૬૬ ટકાની ભાગીદારી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર રેકેટના કિંગપિન સૂરજ પવૈયાએ ગુજરાત સ્થિત કપડાની કંપનીનો ઉપયોગ કરીને એમેઝોન પર હર્બલ પ્રોડક્ટ્સ અને કરી પત્તા વેચનાર તરીકે પોતાની નોંધણી કરાવી હતી. આ સાથે તેને એમેઝોન પર પોતાનો બારકોડ બનાવવાની મંજૂરી મળી ગઈ હતી. જેનો ઉપયોગ કરીને આરોપી ગાંજાની દાણચોરી કરતા હતા.

આ સમગ્ર મામલામાં CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભારતીયા અને જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું કે, વિક્રેતાની નોંધણી કરતા પહેલા છદ્બટ્ઠર્ડહએ વેચનારની વાસ્તવિકતા અને વિશ્વસનીયતા વિશે જાણવા માટે દ્ભરૂઝ્ર કરવું જોઈતું હતું. આ ઉપરાંત, છદ્બટ્ઠર્ડહએ મારિજુઆના જેવી ગેરકાયદેસર વસ્તુઓના વેચાણની મંજૂરી આપવી ન જોઈએ.

તેમણે ઉમેર્યું કે, 'અમને એ સમજ નથી પડતી કે આટલી મોટી કંપની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને ગેરકાયદેસર માલસામાનની લેવડ-દેવડ કેમ અટકાવતી નથી? જ્યારે તે આ ટેક્નોલોજીનો ઉપયોગ નાના વેપારીઓ અને નાના ભારતીય ઉત્પાદકોના માલને પોતાનું લેબલ લગાવીને વેચવાનું કામ કરે છે. એનસીબી સહિત દેશની ઘણી તપાસ એજન્સીઓએ એમેઝોન સામે પગલાં લેવાની જરૂર છે. જો પોર્ટલ દ્વારા ગાંજાની લેવડ-દેવડ થઈ શકે તો આ પોર્ટલ દ્વારા હથિયારો પણ સપ્લાય કરી શકાશે. એટલું જ નહીં આ પ્રકારના માધ્યમથી અન્ય રાષ્ટ્ર-વિરોધી કામ અને મની લોન્ડરિંગ જેવા અપરાધોને પણ અંજામ આપી શકાય છે.

(12:00 am IST)