Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

વિશ્વમાં સૌથી વધુ પગાર લેતા કોચમાં રાહુલ દ્રવિડ નંબર વન: ક્યા દેશના કોચને કેટલો પગાર મળે છે ? જાણો રસપ્રદ માહિતી

BCCI વિશ્વનું સૌથી અમીર બોર્ડ: વિશ્વમાં ક્રિકેટરોની સાથે સાથે કોચના પગાર પણ ખૂબ ઊંચા

મુંબઈ : વિશ્વમાં ક્રિકેટરોની સાથે સાથે કોચના પગાર પણ ખૂબ ઊંચા હોય છે. વિશ્વમાં ક્રિકેટરો અને કેપ્ટન સાથે કોચના પગાર પણ ખૂબ વધારો હોય છે અને તે દેશ ક્રિકેટ બોર્ડ તેમજ તેના અનુભવના આધારે નક્કી થાય છે. વિશ્વમાં સૌથી વધુ પગાર લેતા કોચમાં રાહુલ દ્રવિડ હાલમાં નંબર વન છે પરંતુ તેના સિવાય અન્ય દેશોના કોચના પગાર પણ ખૂબ ઉંચા છે.જાણો વિશ્વના ક્યા દેશના કોચને કેટલો પગાર મળે છે.

BCCI વિશ્વનું સૌથી અમીર બોર્ડ છે. સૌથી વધુ કમાણી કરતા કોચ તરીકે ભારતીય હેડ કોચ રાહુલ દ્રવિડ ટોપ પર છે. અગાઉ આ પોસ્ટ પર રવિ શાસ્ત્રી હતા તેમનો પગાર પણ 10 કરોડ હતો ત્યારે રાહુલ દ્રવિડની પસંદગી પણ આ જ પગાર પર કરવામાં આવી છે. આ પગાર લેનારા કોચમાં ભારતના કોચ સૌથી મોખરે છે.

જસ્ટીન લેંગર - ઓસ્ટ્રેલિયા (રૂ.4.67 કરોડ)  :પૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર જસ્ટિન લેંગર વિશ્વ ક્રિકેટમાં ઑસ્ટ્રેલિયાના એક પ્રમુખ વ્યક્તિ હતા. તેમણે ટેસ્ટમાં મેથ્યુ હેડન સાથે આઉટસ્ટેન્ડિંગ ઓપનિંગ કરી હતી. 105 ટેસ્ટમાં લેંગરે 7696 રન કર્યા હતા. વર્ષ 2018 ના બોલ-ટેમ્પરિંગ કૌભાંડ બાદ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયને ડેરેન લેહમેન પાસેથી ચાર્જ સંભાળ્યો હતો.<br /> લેંગરે ટીમને એકસાથે લાવવા અને આત્મવિશ્વાસ જગાડવામાં ખૂબ જ કામ કર્યું છે. 50 વર્ષીય ખેલાડીએ અત્યાર સુધી અનેક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેમાં ભારતમાં ODI સીરિઝ જીતવી અને 2019માં એશેઝ જાળવી રાખવાનો સમાવેશ થાય છે. લેંગરને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી $0.61 મિલિયન પગાર આપવામાં છે.

ક્રિસ સિલ્વરવુડ – ઈંગ્લેન્ડ (રૂ. 4.65 કરોડ)  : ઈંગ્લેન્ડના ક્રિસ સિલ્વરવુડે, 2019ની એશેઝ સીરિઝ બાદ ટ્રેવર બેલિસનું સ્થાન લીધું હતું. ક્રિસ સિલ્વરવુડે અત્યાર સુધી અનેક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે. ભારતમાં ઇંગ્લેન્ડે સીરિઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા સામે વનડે સીરિઝમાં ઈંગ્લેન્ડે હારનો સામનો કરવો પડ્યો હતો. સિલ્વરવુડના કોચિંગ કરિઅરમાં ભારત સામેની આગામી હોમ ટેસ્ટ સિરીઝ અને એશેઝ રબર ખૂબ જ મહત્વના રહેશે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ તરફથી સિલ્વરવુડને વાર્ષિક $0.60 મિલિયન પગાર આપવામાં આવે છે.

મિકી આર્થર - શ્રીલંકા (રૂ.3.44 કરોડ)  : મિકી આર્થર સૌથી અનુભવી કોચ છે. તેમણે અગાઉ દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનમાં સેવા આપી છે. મિકી આર્થર શ્રીલંકાના સેટ-અપમાં મેન્ટર તરીકે જોડાયા અને બાદમાં હેડ કોચ બન્યા. આર્થરના શ્રીલંકા સાથેના તેમના કાર્યકાળની વાત કરવામાં આવે તો, તેમની સાથે આર્થરે મુશ્કેલ સમય પસાર કર્યો છે. ક્રિકેટરોએ પારદર્શિતાના અભાવને કારણે નવા કરાર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો છે. તેમ છતાં, મિકી બોર્ડમાંથી આર્થર $0.46 મિલિયનનો વાર્ષિક પગાર મેળવી રહ્યા છે.

મિસબાહ-ઉલ-હક - પાકિસ્તાન (રૂ.1.79 કરોડ) :  પાકિસ્તાનના હેડ કોચ અને પૂર્વ બેટ્સમેન મિસ્બાહ-ઉલ-હક છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. તેમના પર પૂર્વ ક્રિકેટરોએ રૂઢીવાદનો આરોપ લગાવ્યો છે. તેમણે પૂર્વ પાકિસ્તાની મિકી આર્થરની જગ્યા લીધી છે. પાકિસ્તાને શાનદાર પ્રદર્શન કર્યું છે અને દક્ષિણ આફ્રિકાને ઘરઆંગણે હરાવ્યું છે. શ્રીલંકા અને બાંગ્લાદેશને પણ હરાવ્યું છે. PCB તરફથી મિસબાહ-ઉલ-હકને વાર્ષિક રૂ. 1.79 કરોડનો પગાર આપવામાં આવે છે.

ગેરી સ્ટીડ- ન્યુઝીલેન્ડ (રૂ.1.73 કરોડ)  :  ન્યુઝીલેન્ડ છેલ્લા ઘણા સમયથી ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. ગેરી સ્ટીડના નેતૃત્વ હેઠળ ન્યુઝીલેન્ડ ટીમે ICC ઇવેન્ટ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ન્યુઝીલેન્ડ વર્ષ 2019ના વર્લ્ડ કપમાં અને ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ફાઈનલમાં પહોંચ્યા છે. ગેરી સ્ટીડને બોર્ડ તરફથી વાર્ષિક 0.25 મિલિયન ડોલર પગાર આપવામાં આવે છે. તેમને લાઈમલાઈટમાં રહેવું પસંદ નથી અને તેઓ ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કરી રહ્યા છે

રશેલ ડોમિંગો  - બાંગ્લાદેશ (રૂ.1.29 કરોડ) :  દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર રશેલ ડોમિંગોની વર્ષ 2019માં સ્ટીવ રોડ્સની જગ્યાએ બાંગ્લાદેશના કોચ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. રશેલ ડોમિંગો પાસે કોચિંગનો અનુભવ છે, તેમણે પહેલા દક્ષિણ આફ્રિકા માટે પણ સેવા આપી છે. તેમની પાસે મેન-મેનેજમેન્ટની સ્કિલ છે. બાંગ્લાદેશ અનેક પડકારોનો સામનો કરીને આગળ આવ્યું છે. બાંગ્લાદેશે ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામે વનડે સીરિઝ જીતી છે. રશેલને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) તરફથી વાર્ષિક રૂ.1.29 કરોડ પગાર આપવામાં આવે છે .

માર્ક બાઉચર  - સાઉથ આફ્રિકા (રૂ.1.05 કરોડ)  :  દક્ષિણ આફ્રિકાના પૂર્વ કીપર-બેટ્સમેન માર્ક બાઉચરને ઓટિસ ગિબ્સનની જગ્યાએ વર્ષ 2019ના અંતમાં નેશનલ ટીમના હેડ કોચ નીમવામાં આવ્યા હતા. સાઉથ આફ્રિકા આ વર્ષે પાકિસ્તાન સામે ઘર અને બહારના ફોર્મેટમાં હારી ગયું હતું. માર્ક બાઉચરને ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) તરફથી 0.15 મિલિયન ડોલર પગાર આપવામાં આવે છે.

લાલચંદ રાજપૂત – ઝિમ્બાબ્વે (રૂ.35.8 લાખ)  : લાલચંદ રાજપૂતે વર્ષ 2018માં હીથ સ્ટ્રીકની જગ્યાએ કોટ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. અગાઉ ભારતીય ક્રિકેટ ટીમનું મેન્ટરીંગ કરતા હતા. વર્ષ 2007 T20 વર્લ્ડ કપ દરમિયાન લાલચંદ રાજપૂત ભારતીય ટીમના મેનેજર હતા. આફ્રિકન નેશન વર્ષ 2019 વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાય કરી શક્યું નથી. લાલચંદને બોર્ડ તરફથી વાર્ષિક 49,240 ડોલર પગાર આપવામાં આવે છે.

ફિલ સિમન્સ - વેસ્ટ ઈન્ડિઝ (રૂ.64.5 લાખ)  :  વેસ્ટ ઈન્ડિઝના કોચ ફિલ સિમન્સની વર્ષ 2019માં ફ્લોયડ રિફરની જગ્યાએ નિમણુંક કરવામાં આવી હતી. વેસ્ટ ઈન્ડિઝ પાસે અનેક હોનહાર ક્રિકેટર છે, જે વેસ્ટ ઈન્ડિઝને જીત અપાવી શકે છે. જેમાં કીરોન પોલાર્ડ, હેટમાયર, નિકોલ પૂરાન, શેલ્ડોન કોટરેલ, ફેબિયન એલેનનો સમાવેશ થાય છે. ફિલ સિમોન્સના નેતૃત્વમાં વેસ્ટ ઈન્ડિઝે ગયા વર્ષે ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં બાંગ્લાદેશ અને શ્રીલંકાને હરાવ્યું છે. ક્રેકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI) તરફથી સિમોન્સને વાર્ષિક 0.09 મિલિયન ડોલર પગાર આપવામાં આવે છે.

(10:13 pm IST)