Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

રાહુલ સામે દેશમાં આંદોલન કરવામાં આવશે

પ્રદર્શન દરમિયાન રાફેલ મુદ્દા પર રાહુલ ગાંધીના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવામાં આવશે: ભાજપ

નવી દિલ્હી, તા.૧૫ : સુપ્રીમ કોર્ટ તરફથી રાફેલ ડિલમાં ફરી એકવાર મોદી સરકારને ક્લીનચીટ મળી ગયા બાદ ભારતીય જનતા પાર્ટી તરફથી દેશભરમાં આનો લાભ ઉઠાવવાની તૈયારી કરવામાં આવી છે. પાર્ટીએ દેશભરમાં રાહુલ ગાંધીની સામે પ્રદર્શન કરવાની જાહેરાત કરી દીધી છે. આવતીકાલે શનિવારના દિવસે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ભાજપના લોકોનું કહેવું છે કે, પ્રદર્શન દરમિયાન રાફેલ મુદ્દા પર રાહુલ ગાંધીના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવામાં આવશે. બીજી બાજુ દિલ્હીમાં ભાજપના કાર્યકરોએ આજે દેખાવો કર્યા હતા.

(9:52 pm IST)